SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ૦ અભિષેક સાગર શ્રમણ પળ વાર એ વૃદ્ધ નિગ્રંથને નીરખી રહે છે. અને પછી, જાણે અનુગ્રહ કરતા હોય એમ, માથું હલાવી એ અનુમતિ આપે નિગ્રંથ આશ્રય પામી આનંદિત થયા હોય એવા દેખાય છે. એ હતા આર્ય કાલક ! સાગર શ્રમણના દાદાગુરુ ! પણ અત્યારે તો અજાણ્યા ને આંધળા એક સરખા” જેવી વાત છે ! બિચારા સાગર શ્રમણને શી ખબર કે પોતાના દાદાગુરુને પોતે આશ્રય આપ્યો છે એણે તો વંદન-નમસ્કાર-અભ્યત્થાન કશું જ ન કર્યું ! દિવસો વિતી રહ્યા છે. આર્ય કાલકનો પ્રવાસનો થાક ઊતરી ગયો છે. એમની કાંતિ ફરી પાછી પ્રકાશી ઊઠી છે. પણ એ તો પોતાનું તેજ છુપાવીને દીન હીન-વૃદ્ધ સાધુ તરીકે રહેવામાં જ આનંદ માને છે. સૌ નિગ્રંથો માને છે, કે એક અભણ વૃદ્ધ નિગ્રંથ કેવા ભાવથી સંયમની આરાધના કરે છે ! સાગરની અનુયોગ-પ્રીતિ જોઈને આર્ય કાલક મનમાં રાજી રાજી થઈ રહ્યા છે. એક દિવસ એ વૃદ્ધ મુનિને પ્રવચનને અંતે સાગર શ્રમણ પૂછે છે : “કહો, વૃદ્ધ મુનિ આ પ્રવચન આપને કેવું લાગ્યું ? આપને એ પસંદ આવ્યું કે નહિ ?” મુનિએ ઉલ્લાસપૂર્વક કહ્યું : “બહુ જ પસંદ આવ્યું.” ત્યારે સાગર શ્રમણે કહ્યું : “તો રોજ પ્રવચનને જરૂર સાંભળતા રહેજો !” વૃદ્ધ મુનિ સ્મિત કરીને ચાલતા થયા. આર્ય કાલક પ્રશિષ્યની પ્રવૃત્તિથી સંતુષ્ટ બને છે, છતાં કોઈ કોઈ વાર એ વિચારે છે : “આના અંતરમાંથી યૌવનસહજ અહંભાવનું આટલું થોડુંક ઝેર નીતરી જાય તો...” પણ એ તો વખતનાં વાજાં વખતે વાગી રહેશે, એવી અચળ શ્રદ્ધાના બળે આર્ય કાલક પ્રચ્છન્ન ભાવે પોતાનો કાળ નિર્ગમન કરી રહ્યા. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy