________________
સાધનાનું સુવર્ણ ૦ ૮૩ બુદ્ધિમત્તાનું સોનું તો લાધી ગયું છે, એમાં વિશુદ્ધ ચારિત્રની સુગંધ ભળી જાય તો...? અને ગુરુની વિચારમાળા ભાવિનાં સ્વપ્ન જોવા લાગી
[ 2 ]. કાળદેવતાની ઘડીમાંથી રેતી ગળતી જાય છે.
નવદીક્ષિત શ્રમણ જૂના થયા છે. એમના દીક્ષા જીવન ઉપરથી પાંચ-સાત વર્ષોનો કાળપટ પસાર થઈ ગયો છે. ગુરુ અને શિષ્યના અંતરની એકરૂપતા ઘેરી બની ગઈ છે.
ગુરુને થાય છે ? મારો શિષ્ય ! શિષ્યનો રોમ રોમ પોકારે છે ઃ મારા ગુરુ !
વિદ્યાતપની ઉપાસના અખંડ ચાલ્યા કરે છે. એ ઉપાસનામાં ગુરુ અને શિષ્ય વચ્ચે હૃદયનું અદ્વૈત રચાઈ ગયું છે : ખોળિયાં બે, પણ આત્મા તો જાણે એક જ!
લોક કહે છે: “ધન્ય ગુરુ ! ધન્ય ચેલા !”
નવા શ્રમણની કાયા હવે ભરયૌવનમાં પ્રવેશીને પાંગરવા લાગી છે. ગૌર વર્ણ, કાંતિમાન મુખ, તેજભર્યા નયનો : જાણે સાધુજીવનને યોગ્ય જીર્ણ મલિન વસ્ત્રો પણ એ કાયાને મનોરમ બનાવી જાય છે. બે ઘડી જોયા કરીએ એવી કલામય રીતે કંડારેલી દેવપ્રતિમા જેવી એની કયા છે.
ગુરુજી જુએ છે તે વિચારે છેઃ તપ, વ્રત અને સંયમનાં નિયંત્રણો ભલે ગમે તેટલાં કઠોર હોય, છતાં યૌવનનું રૂપ-રંગ-ભર્યું ઉદ્યાન પાંગર્યા વગર નથી રહેતું.
મુનિને જોઈને સૌ હરખાય છે. ગુરુજી પણ અંતરમાં રાજી થાય છે. એ જુએ છે, અંતરમાં એક સુરમ્ય સ્વપ્ન : આવો જ્ઞાનગંભીર અને આવી ભવ્યતાનો ધારક શ્રમણ જ્યારે ધર્મોપદેષ્ટાની પાટે બેસશે ત્યારે કેવો દીપી ઊઠશે ! એના ઉપદેશથી કેવો ધર્મોદ્યોત થશે ! સંઘસમુદાય કેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org