________________
પદ્મપરાગ ૦ ૧૯
અને તીર્થકરો ? પોતે તરે અને દુનિયાને તારે ! પોતે ઊંચે ચડે અને દુનિયાને ઊંચે ચડાવે ! પોતે અનંત સુખ પામે અને આખી દુનિયાને અનંત સુખને માર્ગે દોરે !
એવા જ હતા શ્રમણ ભગવાન મહાવીર ઃ પોતે કેટલાં આકરાં તપ તપ્યાં, કેટલાં ધ્યાન અને મૌન સેવ્યાં, કેટલાં દુખો સહન કર્યા અને અંતરને નિર્મળ કરવા કાયાને કેટકેટલાં કષ્ટોની ભઠ્ઠીમાં તપાવી ! અને છેવટે, મેઘના નિર્મળ અને મીઠા જળની જેમ , એ મહાપ્રભુની અહિંસા , મહાકરુણા અને મહાપ્રજ્ઞાનાં અમૃત સંસારને કેટકેટલી શાતા આપી ગયાં !
એ કરુણાસાગર પ્રભુનાં થોડાંક દર્શન કરીએ.
વાદળનો અમર રંગ ભગવાનના તેવીસમા પૂર્વભવની વાત છે. ત્યારે ભગવાન પ્રિય મિત્ર ' નામે ચક્રવર્તી તરીકે પૃથ્વીનું શાસન કરતા હતા.
ચક્રવર્તીના ભોગ-વિલાસની સામગ્રીનો કોઈ પાર ન હતો; પણ ભોગ-વિલાસની વાસના તો જાણે હુતાશનની જેમ ભડકે બળતી હતી – જેટલું ભોગવો એટલું સ્વાહા અને છતાં સંતપ્ત અને સંતપ્ત જ !
પણ વખત આવ્યે માનવને વૈભવવિલાસનો અને વાસનાનો થાક લાગવા માંડે છે; અને ત્યારે જાણે માનવીનું મન પલટો લેવા લાગે
હમણાં હમણાં ચક્રવર્તી પણ કંઈક એવા જ ભાવો અનુભવતા હતા. એક દિવસ ચક્રવર્તી પોતાના મહેલની આગાસીમાં ફરી રહ્યા હતા. અને સંધ્યાનો સૂરજ ક્ષિતિજમાં ભળી રહ્યો હતો. એમણે સામે નજર કરી તો આકાશમાં વાદળની ભારે અભુત શોભા રચાઈ રહી લાગી.
આકાશનો દેવ જાણે રંગ-બેરંગી વાદળોના રૂપકડા વાઘા સજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org