________________
:
પણ એ બે વર્ષનો ઘરવાસ તો કેવળ જળકમળની ક્રીડા જ બની રહ્યો ઃ ઘરમાં રહે છતાં સદા ત્યાગી ને ત્યાગી ! ખાનપાન પણ એવાં જ ૨સ-કસ વગરનાં લેવા લાગ્યા ; જાણે ઘરને ભવિષ્યના ઉગ્ર અને દીર્ઘ તપસ્વી જીવનની શાળા જ બનાવી જાણ્યું.
એ બે વર્ષનો અવિધ પણ પૂરો થયો. હવે તો કોઈ મોહબંધન, સ્નેહબંધન કે સંકલ્પબંધન વચમાં નહોતું.
એટલે પોતાનું ગણાય એવું ધન, ધાન્ય, રૂપ્ય, સુવર્ણ, હીરા, માણેક, રથ, અશ્વ, હાથી વગેરે બધું એમણે હસતે મોંએ હોંશે હોંશે એક વર્ષ લગી દાનમાં આપી દીધું.
પદ્મપરાગ ૨૧
વર્ધમાનનું એ વાર્ષિક દાન અમર બની ગયું.
હવે તો દીક્ષાનો દિવસ પણ આવી પહોંચ્યો. સ્વજનો સહુ ભેગાં મળ્યાં.
અંગ ઉપર સુગંધી દ્રવ્યો ચંદન આદિનાં ઘેરાં ઘેરાં વિલેપન થયાં. મહામૂલાં સુગંધી દ્રવ્યોથી સુવાસિત જળના અભિષેક થયા. ચારેકોર સૌરભ સૌરભ મહેકી રહી.
—
અને કાયા તો જાણે મનોહારી સુગંધનો પુંજ બની ગઈ. આત્માની સૌરભનાં જાણે એ મંગળ એંધાણ હતાં !
વીરવર્ધમાને અલિપ્ત ભાવે, કાયાની માયા વિસારીને, સ્વજનોને સંતુષ્ટ થવા દીધાં; એમની ભક્તિનાં બહુમાન કર્યાં.
પછી દીક્ષાયાત્રા નીકળી અને સૌ ઉદ્યાનમાં આવી પહોંચ્યા. મહાવીરે સર્વ વસ્ત્ર અને આભૂષણોનો ત્યાગ કર્યો. અને ત્યાગીસંયમીનું જીવનવ્રત સ્વીકારીને એ સાવ એકાકી ચાલી નીકળ્યા.
સ્વજનો કોઈ સાથે આવી શક્યા સૌ આંસુભીની આંખે એ યોગીની વસમી વિદાયને વધાવી રહ્યા.
Jain Education International
વસ્ત્ર, આભૂષણો અને સ્વજનો બધાં ય પાછળ રહી ગયાં, પણ શરીરને વળગેલ વિલેપન અને અંતિમ અભિષેકની સૌરભ બિચારી કેવી રીતે છૂટી શકે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org