________________
૧૮૬ ૦ અભિષેક
એનો નિકાલ કરી નાખતો ! છતાં સિદ્ધિચંદ્ર માટેના વિચારને એણે ઘણા વખત સુધી મનમાં સંઘરી રાખ્યો હતો. પણ એક દિવસ જાણે એની ય હદ આવી ગઈ !
આજે સિદ્ધિચંદ્ર ખૂબ સરસ વાતો કરી હતી. બાદશાહ અને બેગમ બન્ને ખૂબ ખુશ હતાં. સિદ્ધિચંદ્રને પણ થયું કે આજે માતા શારદાની મારા ઉપર વધુ કૃપા વરસી.
વાત પૂરી થઈ અને મુનિ રવાના થવા તૈયાર થયા. બાદશાહે વિચાર્યું કે અત્યારે આવું સરસ વાતાવરણ છે, તો મુનિને પોતાના મનની વાત આજે કરી જ દેવી જોઈએ.
એમણે મુનિને કહ્યું : “આજે તો આપે કમાલ કરી ! જવાની આટલી બધી શી ઉતાવળ છે ? વાતનો આવો રંગ ક્યારેક જ જામે છે. થોડી વાર વધુ રોકાઈ જાઓ !”
મુનિએ સહજભાવે કહ્યું : “બાદશાહ, વખતનાં કામ વખતસર થવાં જોઈએ. અમારે અમારાં ધર્મકાર્યોનો અમારા મનના માલિકને હિસાબ આપવાનો હોય છે. આળસ કરીએ તો ફરજ ચૂકી જઈએ. એમાં ય અમારો માર્ગ તો સંયમપાલનનો; એ માટે જો સદા જાગ્રત ન રહીએ તો એમાં ખામી આવતાં વાર ન લાગે. આપણને મળવાની ક્યાં નવાઈ છે? ફરી મળીશું ત્યારે વધુ વાતો કરીશું. આજ તો હવે સમય થઈ ગયો
બાદશાહને આ નવો અનુભવ હતો. મુનિનો જવાબ સાંભળી એ કંઈક આઘાત અનુભવી રહ્યો ? બાદશાહ જેવો બાદશાહ ખુશ થઈને આવી મામૂલી માગણી કરેઅને એનો આવો ઇન્કાર ! પણ આજે પોતાની વાત કર્યા વગર એને જંપ વળે એમ ન હતો; અને આકળા થઈને વાત કરવામાં તો વાતની મજા મારી જાય એમ હતી. તેથી એણે ખામોશી પકડીને કહ્યું : “આજે થોડીક વાત કરવાનું દિલ છે, ભલે થોડું મોડું સહી.”
મુનિ બાદશાહના મનને તો ન સમજી શક્યા, પણ વિવેકને ખાતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org