________________
૧૮૨ ૦ અભિષેક
હતો. આચાર્ય હીરવિજયસૂરિજીની સાધુતા અને વિદ્વત્તાથી એ ખૂબ પ્રભાવિત થયો હતો. સમ્રાટે એમના કહેવાથી પોતાના સામ્રાજ્યમાં ઘણા દિવસો માટે અમારિનું – જીવવધ-નિવારણનું પ્રવર્તન કર્યું હતું, અને “જગદ્ગુરુ 'ની પદવી આપીને શ્રી હીરવિજયસૂરિજીનું બહુમાન કર્યું હતું.
સમ્રાટ અકબરને ધર્મનો સંદેશ સંભળાવનાર આવા શ્રમણોમાં ગુરુ-શિષ્યની એક બેલડીએ ઘણો પ્રભાવ પાડ્યો હતો. એ હતા ઉપાધ્યાય ભાનુચંદ્રજી અને એમના શિષ્ય મુનિ સિદ્ધિચંદ્રજી. સિદ્ધિચંદ્રનું રૂપ જેવું મનોહર હતું એવી જ એમની બુદ્ધિ તેજસ્વી હતી. તેઓ બહુશ્રુત પંડિત હોવા ઉપરાંત એમનામાં રાર્જિકની પ્રતિભા હતી. કવિ બાણ અને એમના પુત્ર રચેલ મહાકથા કાદંબરી ઉપર આ ગુરુ-
શિષ્ય સરળ અને સરસ ટીકા રચી હતી. એમની પ્રજ્ઞાની ચમત્કૃતિ તો કોઈને પણ વશ કરી લે એવી હતી. તેઓ હૃદયંગમ-સુમધુર કવિતા સહજ રીતે બનાવી શકતા. અને એમની વાણી અને બોલવાની છટા પણ જાણે એમની જીભે સરસ્વતીદેવી બિરાજતાં હોય એવી આકર્ષક અને હૃદયસ્પર્શી હતી. એમણે અવધાનના ૧૦૮ પ્રયોગો કરવાની પણ સિદ્ધિ મેળવી હતી. અને આ બધું હોવા છતાં કીર્તિની આકાંક્ષાને બદલે એમના અંતરને ભગવાન તીર્થકરના ધર્મનો – તપ, ત્યાગ, સંયમ અને વૈરાગ્યનો જ – રંગ લાગ્યો હતો. આ નવયુવાન મુનિવરનું વ્યક્તિત્વ બાહ્ય અને આંતર બન્ને રીતે પ્રભાવશાળી, આકર્ષક અને મધુર હતું.
ઉપાધ્યાય ભાનુચંદ્રજીને અવારનવાર રાજમહેલમાં જવાનું થતું. બાદશાહ અકબર એમના મુખે સૂર્યસહસ્ર નામનું સ્તોત્ર સાંભળ્યા કરતા હતા. સમ્રાટની વિનંતીથી ઉપાધ્યાયજીએ પોતે જ એ સ્તોત્રની રચના કરી હતી. આ રીતે આ મુનિવરને સમ્રાટ અકબર સાથે નિકટનો પરિચય થયો હતો, અને તેથી એમને હાથે કેટલાંક જીવદયા અને ધર્મનાં ઉત્તમ કામ પણ થયાં હતાં.
બાળસાધુ સિદ્ધિચંદ્રને ઘણી વાર કુતૂહલ થતું કે ગુરુદેવ વારે વારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org