________________
८० અભિષેક
રાજમંદિર અને અંતઃપુર સળગી રહ્યાં છે એમ તમે કહો છો ? અરે ! પણ એ મિથિલા નથી બળતી, એ રાજમંદિર નથી બળતું, એ અંતઃપુર પણ નથી ભસ્મ થતું; એ તો મારી મમતા અને મારો અહંકાર, મારી આસક્તિ અને મારો ગર્વ, મારો વિલાસ અને મારી વાસના ભડભડ બળી રહ્યાં છે! મમતા અને અહંકાર, આસક્તિ અને ગર્વ, વિલાસ અને વાસના ભસ્મ થયા વગર મારી એકલતા અને મારી શાંતિ સિદ્ધ નથી થવાની. આજે એ વગર માગ્યે, સહજપણે સિદ્ધ થઈ રહી હોય તો એનો શોચ શો કરવો ? અને સૌને જઈને કહેજો કે મિથિલામાં મારું કંઈ છે જ નહીં. એના મમત્વથી મુક્ત થયેલો હું અહીં સુખેથી રહું છું અને સુખપૂર્વક જીવું છું. “ હું એકલો છું, મારું કોઈ નથી; હું કોઈનો નથી. મારા દેહ પર પણ મને આસક્તિ નથી, તો મિથિલા પર તો ક્યાંથી હોય ? મિથિલા બળે એમાં મારું કંઈ બળતું નથી ?”
કહેવા આવનાર ચૂપ થઈ ચાલ્યા ગયા.
મિરાજની એકલતા આગળ ને આગળ વધવા લાગી. નિમરાજના સૂતેલા આત્માને ઢંઢોળીને જગાડનાર સુવર્ણકંકણ એ દિવસે અમર બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org