________________
ઉદારતા
ય કરો અને પાપનો ક્ષય કરો !'
44
શિષ્યોએ કહ્યું : “કષ્ટો સહન કરવા માટે તો આ સાધુજીવનનો સ્વીકાર કર્યો છે. આપની આશા અમારે શિરોધાર્ય છે. આપની કૃપા અમને સાચા માર્ગે દોરો !” અને એક દિવસ ગુરુની આજ્ઞા લઈને જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણ તરફ ચાલી નીકળ્યા.
વૃદ્ધ સૂરિજી પોતાની ભાવનાના અવતાર સમા એ બન્ને શિષ્યોને લાગણીપૂર્વક નીરખી રહ્યા.
૧૯૭
વસતી (ઉતારા)ની શોધમાં શ્રી જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણની શેરીએ શેરીએ ફરી રહ્યા છે અને ઠેર ઠેર પૂછપરછ કરી રહ્યા છે, પણ કોઈ ઠેકાણે એમને આવકાર મળતો નથી. ચૈત્યવાસનો અભેદ્ય ગઢ જાણે એમને બધેથી જાકારો ભણી રહ્યો છે !
આત્માના ઊંડા ભેદ સમજાવે એવું જ્ઞાન અને હંસની પાંખો જેવું શુભ્ર ચારિત્ર આજે પાટણમાં કોઈને ખપતું નથી ! અને કોઈકને એ ગમી જાય છે, તો પણ એ ચૈત્યવાસની બીકે પોતાના અંતરને ઉઘાડી શકતો નથી !
બન્ને આચાર્યો ઠેર ઠેર ફરતા જ રહ્યા અને નગરના વિકૃત રંગઢંગનો તમાશો જોતા જ ગયા.
કોઈકને તો પહેલે પગલે અવળા ગણેશ મંડાયા જેવો કંટાળાજનક અને વિચિત્ર આ અનુભવ લાગે, પણ બન્ને શ્રમણોને તો એ લાભકારક અને પ્રેરક બની ગયો. પોતાને કેવું કપરું કામ પાર પાડવાનું છે એનો જાણે એમને કાર્યના આરંભમાં જ બોધપાઠ મળી ગયો. ગુરુના અંતરતાપને એ વધુ સ્પષ્ટતાપૂર્વક સમજી શક્યા, અને પોતાના અંતરને વધુ સજ્જ બનાવી રહ્યા.
Jain Education International
મધ્યાહ્ન થયો છતાં એમને ઊતરવાનું કોઈ સ્થાન ન મળ્યું. આ ક્ષેત્રમાં કામ કરવું કેટલું મુશ્કેલ છે તે એમને વધારે સ્પષ્ટતાથી સમજાવ્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org