________________
ન મારે વેર કે દ્વેષ ૧૩
ફડાવ્યું; તો એમાંથી બળતો સાપ બહાર આવ્યો. દાહની પીડાથી એ તરફડી રહ્યો હતો.
પ્રેમના અવતાર સમા કુમાર પાર્શ્વની આંખો એ સર્પને જોઈને કરુણાભીની થઈ. એમણે તાપસ કમઠને એટલું જ કહ્યું : “મહાનુભાવ ! તમારી આવી તપસ્યામાં તો અત્યાર સુધીમાં આવા કંઈક નિર્દોષ જીવો સ્વાહા થયા હશે ! માટે અંતરમાં વિવેકને જાગ્રત કરો, સત્યને સમજો, અને તમારી સાધનાને અવૈર, અહિંસા અને કરુણાને માર્ગે વાળો ! આત્માના ઉદ્ધારનો એ જ સાચો માર્ગ છે. ”
"
પણ આ તો હઠયોગી ! એના અંતરમાં કુમારની વાત ન વસી તે ન જ વસી !
પાર્શ્વકુમારનો પ્રયત્ન પથ્થર પર પાણી બની રહ્યો.
રાણી પ્રભાવતીના પ્રેમમાં પાર્શ્વકુમાર નાહી રહ્યા હતા. પતિપરાયણા પ્રભાવતી જાણે પાર્શ્વકુમારનો પડછાયો બની ગયાં હતાં. સુખ, અને વૈભવ-વિલાસની સામગ્રીનો કોઈ પાર ન હતો. દુઃખ કે અશાંતિનું કોઈ કારણ નહોતું. છતાં રાજકુમા૨ ક્યારેક ક્યારેક ઊંડા વિચારમાં ઊતરી જતા; અને એમના મુખ ઉપર ઉદાસીનતા અને વૈરાગ્યની રેખાઓ ઊપસી આવતી.
રાણી પ્રભાવતીને ત્યારે ચિંતા થઈ આવતી : રખેને જળકમળ જેવું જીવન જીવનાર સ્વામી ક્યારેક ત્યાગી બનીને ચાલ્યા ન જાય.
એક સમયની વાત છે.
વસંત ઋતુનું આગમન થયું અને આખી ધરતી રંગબેરંગી પુષ્પોથી શોભી ઊઠી. હવામાં પુષ્પોની માદક સુગંધ વહેવા લાગી. કોયલના મધુર ટહુકાર દિશાઓને ભરી દેવા લાગ્યા.
ઉઘાનપાલકે આવીને કુમાર પાર્શ્વને વિજ્ઞપ્તિ કરી : “પ્રભુ ! વનની શોભા જોવા જેવી બની છે. અને ઉદ્યાનભવનમાં રચવામાં આવેલી ચિત્રાવલી તો ચિત્તનું હરણ કરી લે એવી મનોહર બની છે એક જુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org