________________
રાજકુમાર • ૧૧૭
અને અત્યારે તો જ્ઞાતપુત્ર મહાવીરના સત્સંગે ભોગી અને વિલાસી રાજગૃહીમાં ત્યાગ અને તપસ્યાના પણ ઓઘ ઊભરાવા લાગ્યા હતા. વાતવાતમાં મગધના રાજકુમારી સુધ્ધાં સંસાર છોડીને ચાલી નીકળતા ! ત્યાગધર્મ જાણે સજીવન થવા લાગ્યો હતો !
સેચનક હાથીને વશ કરનાર રાજકુમાર તે મગધપતિ મહારાજા શ્રેણિકનો લાડકવાયો પુત્ર નદીષેણ ! મહારાજાએ તેને અનેક લાડકોડમાં ઉછેર્યો હતો અને યોગ્ય વય થતાં અનેક રાજકન્યાઓ પરણાવી હતી. કુમારની દૃષ્ટિમાત્રના સ્પર્શથી પ્રલયદેવ જેવો સેચનક અધીન બની ગયો. એ ઘટના મહારાજા અને કુમાર બન્નેને કોયડા જેવી લાગતી હતી. એટલામાં એક દિવસ ઉદ્યાનપાળે આવી ખબર આપી : “સ્વામી, જ્ઞાતપુત્ર મહાવીરદેવ ઉદ્યાનમાં પધાર્યા છે.”
વધુ ને વધુ ધર્મપરાયણ થતા જતા મહારાજા શ્રેણિકને મન આ અણમૂલો અવસર હતો. તેમણે મનથી ત્યાં રહ્યાં રહ્યાં પ્રભુને નમસ્કાર કર્યા અને પ્રભુનંદન માટે જવાની તૈયારી કરવાની આજ્ઞા આપી.
મહારાજા પરિવાર સહિત પ્રભુના સમવસરણમાં આવી પહોંચ્યા. કુમાર નંદીષેણ સાથે જ હતા. પ્રભુએ મેઘગંભીર વાણીથી દેશના આપી. ભલભલા ભોગીને પણ સંસાર ત્યાગવાનું મન થઈ જાય એવી એ દેશના હતી. કુમાર નંદીષણનું મન ગળગળું થઈ રહ્યું હતું ! દેશના પૂરી થતાં શ્રેણિક અને નંદીષેણે પ્રભુને સેચનક હાથીની વાત પૂછી.
પ્રભુ બોલ્યા : “મહાનુભાવ ! એવા કેટલા ય સંસ્કારો જીવને વળગેલા હોય છે જેને જીવ જાણતો ય નથી અને છતાં સમય આવે ત્યારે એ સંસ્કારો અચૂક રીતે પોતાનો ભાવ ભજવે છે. આ સંસ્કારો કંઈ આ જન્મમાં જ ઉપાર્જેલા નથી હોતા. કુમાર નંદીષેણ અને સેચનકનું પણ એમ જ છે. પૂર્વભવમાં એ બન્ને વચ્ચે સ્વામી-સેવકનો સંબંધ હતો. બન્ને વચ્ચે સ્નેહની ગાંઠ હતી. સેવકપણું હોવા છતાં સુપાત્રદાન આપવાથી સેવકનો જીવ રાજકુમાર નંદીષેણ તરીકે ઉત્પન્ન થયો અને વિવેક વગરના દાનથી સ્વામીનો જીવ સેચનક હાથી થયો. નંદીષણને જોતાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org