________________
ન મારે વેર કે દ્વેષ
સાચા કારણે ય વિખવાદ જાગે, અને કારણ વગર કેવળ મનના કારણે પણ વૈર-વિરોધના વંટોળિયા ઊઠવા લાગે. એટલે આમાં સારાસારનો વિવેક કરવો ઘટે. સમજણ વગર એકને સહાય કરવા જતાં ક્યાંક બન્નેના વૈરાગ્નિમાં પાણીને બદલે ઘી ન રેડાય એનો વિચાર કરવો ઘટે.
રાજવી પળવાર મૌન રહ્યા, ઊંડા વિચારમાં ઊતરી ગયા. દૂતની ઉત્સુકતા વધી ગઈ : રાજાજી કેવો ઉત્તર આપશે ? રાજસભા પણ વિચારમાં પડી ગઈ કે આવા શૂરાતન પ્રગટ કરવાના સમયે આપણા રાજવી કેમ મૌન અને વિચારમગ્ન થઈ ગયા ? પરિસ્થિતિની વધુ સ્પષ્ટતા મેળવવા રાજા અશ્વસેને દૂતને કહ્યું “ પણ રાજદૂત, તમે યુદ્ધની, અન્યાયની અને અમારી સહાયની વાત તો કરી, પણ અન્યાયનું કારણ ના કહ્યું. એવું કેમ ન હોય કે તમારા રાજા પ્રસેનજિતની કોઈ ભૂલનું જ આ દુષ્પરિણામ જાગ્યું હોય ? માટે તમારી વાતનું મૂળ રાજસભાને નિવેદિત કરો !”
:
"
દૂતે કહ્યું : “મહારાજ ! કારણ સ્પષ્ટ છે, અને બહુ સબળ પણ છે. પણ અહીં નિવેદન કરતાં સંકોચ થાય છે. ”
4.
રાજા અશ્વસેને તરત જ કહ્યું : “દૂત, રાજકાજમાં અને તેમાં ય યુદ્ધનો નિર્ણય કરવો હોય એમાં તો શરમ કે સંકોચને સ્થાન હોય જ નહીં. તમને અન્યાય થયાનું જે કારણ હોય એ વિના સંકોચે સભામાં રજૂ કરો !”
**
દૂતને હજી ય વાતની વધુ ચોખવટ કરવી જરૂરી લાગી. એણે વધારે વિનમ્ર બનીને કહ્યું : “સ્વામી ! એ કારણનો સીધો સંબંધ આપની પોતાની સાથે છે, એટલે ભરી સભામાં એનું કથન કરતાં જીભ ઊપડતી નથી. છતાં આપનો એ જાણવાનો આગ્રહ હોય તો એકાંતમાં... ”
:
પણ દૂતની વાતને વચમાંથી જ અટકાવી રાજા અશ્વસેને કહ્યું “ રાજદૂત ! આ તો યુદ્ધના મામલા ! એમાં રાજસભા અને પ્રજાથી છાની કોઈ વાત ન થઈ શકે. એમને વિશ્વાસમાં લીધા પછી જ પરરાજ્યને યુદ્ધમાં સહાય આપી શકાય. માટે જે કંઈ કારણ હોય તે સ્પષ્ટ નિવેદિત
Jain Education International
For Private & Personal Use Only
. www.jainelibrary.org