SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ g અભિષેક જાય છે ! માંત્રિકો આવે છે, અને તાંત્રિકો આવે છે, પણ દર્દ એવું નઠોર બનીને આવ્યું છે કે કોઈનો ગજ વાગતો નથી. મિથિલાપતિ નમિરાજ બિચારા પિલાયા જ કરે છે. એ વિચારે છે ઃ અરેરે ! આટલાં બધાં એકઠાં થઈને પણ મારા એકનો રોગ દૂર કરી શકતાં નથી ? અમે તમારાં, અમે તમારાં એ નાદ શું જૂઠો હતો ? ખરે વખતે શું મારું કોઈ નથી ? આદાહમાં ચંદવિલેપન થોડીક શાંતિ આપી શકે એમ વિચારી રાજરાણીઓ પોતે જ ચંદનવિલેપન ઘસીને એના કટોરા ભરે છે. એ વિલેપન થોડી વાર કાયાને શાંતિ આપે છે, પણ વળી પાછી એની એ અશાંતિ ! નિમરાજનાં તન અને મન વધુ ને વધુ સંતપ્ત બનતાં ચાલ્યાં છે. હવે તો એમને કોઈની વાતમાં પણ રસ નથી. કોઈની વાત સાંભળતાં પણ એ ચિડાઈ જાય છે. મધુર સંગીત કર્ણશૂળ જેવું લાગે છે. પંખીઓનો કલ૨વ હથોડાના ઘા જેવો લાગે છે. પછી કોઈનું બોલ્યું તો ગમે જ શાનું ? દિવસો વીતી જાય છે આ વ્યથામાં, પણ મિરાજની વેદના કોઈ વિદારી શકતું નથી. રાજવીનું મન વિચારી રહ્યું છે, કે અરે, ભરી દુનિયામાં ખરે વખતે મારું કોઈ નહિ ! દાસદાસીઓને બદલે રાજરાણીઓ પોતે જ ચંદનલેપ ઘસે છે. એમના હાથમાંનાં સુવર્ણકંકણોમાંથી કર્ણપ્રિય રવ ઊઠીને મધુર સંગીત રચી રહ્યો છે. 44 ત્યાં તો નમિરાજ બરાડી ઊઠ્યા : બંધ કરો આ ભડાકા-ધડાકા ! આવો કર્કશ રવ ક્યાંથી આવે છે ? હાંકી કાઢો એ અવાજ કરનારને !” કંકણોના અથડાવાથી એ ૨૫ જાગ્યો હતો. રાણીઓએ સૌભાગ્યના ચિહ્નરૂપ એક એક કંકણ હાથમાં રાખીને બાકીનાં કંકણો ઉતારી નાખ્યાં. ફરી ચંદનવિલેપન ઘસાવા લાગ્યું. ત્યાં પાછા નનમરાજ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy