SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ અભિષેક આપણે આટલા બધા શિષ્યો; અને આચાર્ય ભગવાન ક્યાં ગયા એની કોઈને ય ખબર નહીં ? શું આપણામાં એક પણ એવો નિગ્રંથ નથી કે જે આચાર્યનો વિશ્વાસ સંપાદન કરી શક્યો હોય ? જ્યારે બહારની બધી શોધ, બધી પૂછપરછ નિષ્ફળ નીવડી ત્યારે એ શિષ્યો આ રીતે અંતર શોધવા લાગ્યા, અને પોતાના દોષોની શોધ કરવા તરફ વળ્યા. મન પણ એવું વિચિત્ર છે કે જે ત૨ફ વળ્યું એ ત૨ફ વળ્યું. પછી તો બધા ય શિષ્યોનાં અંતર પશ્ચાત્તાપનો તાપ સહી રહ્યાં. સૌને થયું, કે આચાર્યદેવે અનુયોગના અભ્યાસ માટે અપ્રમત્ત રહેવા આપણને હજાર વાર કહ્યું, પણ આપણે એવા અવિનયી નીવડ્યા કે એમની એક પણ વાત કાને જ ન ધરી ! આપણા જેવા અવિનીત શિષ્યોને તજીને આચાર્ય ચાલ્યા ન જાય તો બીજું કરે પણ શું ? આમ શિષ્યોને સાચી વાત કંઈક કંઈક સમજાવા લાગી, પણ હવે થાય શું ? એ તો ‘અવસર વીત્યા મેહુલા' જેવું બની ગયું ! આચાર્ય ભગવાનને શોધવા ક્યાંથી ? આમ દિવસો વીતી રહ્યા છે; શિષ્યોનો અંતસ્તાપ અને પશ્ચાત્તાપ પણ વધી રહ્યો છે; આર્ય કાલકનો પ્રવાસ પણ આગળ ને આગળ વધી રહ્યો છે. એક દિવસ શિષ્યો શય્યાતરની પાસે પોતાનું દુઃખ રડી રહ્યા. શય્યાતરને લાગ્યું કે હવે સમય પાકી ગયો છે; લોઢું ટિપાવાને માટે તપીને તૈયાર થઈ ગયું છે; હવે એમાંથી ધાર્યો ઘાટ ઊતરવાની તૈયારીઓ થઈ ચૂકી છે. એણે વાતનો ભેદ ખુલ્લો કરતાં, ગંભીરભાવે કહ્યું : “ શ્રમણવર્યો, આચાર્ય કાલક ક્યાં ગયા છે તે હું જાણું છું; એમણે જતાં પહેલાં પોતાના શ્રીમુખે મને એ વાત કહી છે : આપના જેવા અનુયોગની ઉપેક્ષા કરનાર શિષ્યોથી કંટાળીને તેઓ અનુયોગમાં સતત રત એવા પોતાના પ્રશિષ્ય સાગર શ્રમણની પાસે, સુવર્ણભૂમિ તરફ ચાલ્યા ગયા છે ! !'' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy