________________
“વ્યવહારતનુ'- સામાન્ટેનનંતિયો તામયિત્યાગ''=પ્રસ્તુત યો: ‘‘વિયઃ'-જ્ઞાતિવ્ય: વિભૂતઃ ? રૂાદ- “તારVIનામપિ' सज्ञानादिकारणानामपि गुरुविनयादीनाम् अपिशब्दात् सज्ञानादीनामपि सर्वनयभावा अङ्गीकरणेन यः सम्बन्धः सोऽपि च योगो विज्ञेयः । चशब्दादनन्तरोदितश्च।कथम् ? इत्याह-"कारणेकार्योपचाराद" योगकारणे - अनन्तर-परम्परभेदभिन्ने कार्योपचाराद्- योगोपचारात् । द्दष्टश्चायं प्रयोगो यथा-आयुर्घतम् तण्डुलान् वर्षति पर्जन्यः । इति गाथार्थः ॥ ४ ॥
ગાથાર્થ:- આ રત્નત્રયીનાં કારણો (જે ગુરુવિનયાદિ છે. તે)ની સાથે આત્માનો જે સંબંધ તે પણ કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી વ્યવહાર નયના મતે “યો” કહેવાય છે. એમ જાણવું. + ૪ ||
ટીકાનુવાદ = જે યોગ ફળપ્રાપ્તિ પ્રત્યે સામાન્યથી યોગ્યતા ધારણ કરે છે. (પરંતુ નિશ્ચયનયવાળા યોગની જેમ અનન્તર ફળ આપે અથવા નિયમ ફળ આપે એવો નિયમ જ્યાં નથી) એવો જે આ પ્રસ્તુત યોગ તે વ્યવહારનયથી યોગ કહેવાય છે. એમ જાણવું.
જેમ કે ઘઉંના પ્રત્યેક કણ અંકુરોત્પાદનની યોગ્યતા સામાન્યથી ધરાવે છે. પરંતુ પ્રત્યેક કણમાંથી અનન્તર અંકરા થાય જ, અને નિયમો અંકરા થાય જ એવો નિયમ નથી, કારણ કે લોટ કરીને ભોજન પણ બનાવાય પરંતુ યોગ્યતા માત્રથી કારણને કાર્યોત્પત્તિનું કારણ સમજી વ્યવહાર થાય છે. તેની જેમ ગુરુવિનયાદિ ગુણો યોગની ઉત્પત્તિની યોગ્યતા ધરાવતા હોવાથી વ્યવહારનયથી યોગ કહેવાય છે.
વ્યવહારનયથી તે યોગ કેવા પ્રકારનો છે?તે જણાવે છે કે -આ સમ્યજ્ઞાનાદિ જે રત્નત્રયી છે. તેના કારણભૂત એવાં જે ગુરુવિનય સ્વાધ્યાય-વૈયાવચ્ચ-ગુરુવંદનાદિ ધર્માનુષ્ઠાનો છે. તે ધર્માનુષ્ઠાનોની સાથે આ આત્માનો જે સંબંધ તે વ્યવહારનયથી યોગ કહેવાય છે. મૂળ ગાથામાં કહેલા “મા”શબ્દથી એમ સમજવું કે સમ્યજ્ઞાનાદિ રત્નત્રયીની સાથે આત્માનો જે સંબંધ તે તો યોગ છે જ. પરંતુ તેનાં કારણો એવા ગુરુવિનયાદિ ગુણોની સાથે આત્માનો જે સંબંધ તે પણ સર્વનયોના ભાવ ને આશ્રયી એટલે બન્ને નયોના અભિપ્રાયને આશ્રયી યોગ જાણવો.
# યોગશતક - ૨૦ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org