________________
ઉપદેશ આપવો જે શાસ્ત્રના અર્થો જણાવે-કહે- સમજાવે તે ગુરુ કહેવાય છે. गृ ધાતુને ઉણાદિથી ૩ પ્રત્યય લાગે છે. અને દીર્ઘ નો ર્ આદેશ થાય છે. વળી આ ઉપદેશક ગુરુ સંવેગપરિણામવાળા, જ્ઞાની, ગીતાર્થ, અને દ્રવ્ય-ક્ષેત્રકાળાદિ ભાવોના જ્ઞાતા હોવા જોઈએ, આવા પ્રકારના અન્વર્થથી વ્યવસ્થિત છે શબ્દાર્થ જેનો એવા ગુરુજીએ અપુનર્બન્ધકાદિ યોગના અધિકારી જીવોને ખરેખર તેઓની અંતરંગ પરિણતિ જોઈને ઉપદેશ આપવો જોઈએ.
પરંતુ ઉપદેશક ગુરુ (ફક્ત કેવલી વિના બાકીના) છદ્મસ્થ હોય છે. અને તેઓ સાવ૨ણજ્ઞાનવાળા હોવાથી શિષ્યોની અંતરંગ પરિણતિ જાણી શકતા નથી. તથાપિ અંતરંગ પરિણતિને જાહેર કરતાં એવાં તીવ્રભાવે પાપાકરણાદિ પૂર્વે કહેલાં જે બાહ્યલિંગો છે તે બાહ્યલિંગો વડે શિષ્યોની અંતરંગ પરિણિતનું અનુમાન કરીને ધર્મોપદેશ આપવો જોઈએ. કારણ કે અનન્તર પૂર્વે કહેલી(૨૩મી) ગાથામાં જેમ કહ્યું છે તેમ ‘‘જિનેશ્વરની વાણીના શ્રવણથી જ અપુનર્બન્ધકાદિ જીવોનો આત્મહિતમાં વિકાસ થાય છે.’’ આવું અનંતર ગાથામાં જ કહ્યું છે તે કારણથી અપુનર્બન્ધકાદિ જીવોની તે તે ધર્મસ્થાન આચરવાની યોગ્યતા રૂપ ભૂમિકાને (પાત્રતાને) જોઈને શું કરવું જોઈએ ? ઉપદેશ આપવો જોઈએ, શેના વિષયક ઉપદેશ આપવો જોઈએ ? તો અહીં પ્રસંગ ધર્મનો ચાલે છે માટે તે પ્રસંગના કારણે ધર્મવિષયક ઉપદેશ આપવો જોઈએ.
કેવી રીતે ઉપદેશ આપવો જોઈએ ? તો જણાવે છે કે યથોચિત, જે જીવને જે ઉચિત હોય તે, ઉચિતતાની અપેક્ષા રાખીને ઉપદેશ આપવો. આ યથોચિત શબ્દ દાતત્ય ક્રિયાપદનું વિશેષણ સમજવું. ઔષધના ઉદાહરણે ઉપદેશ આપવો એટલે કે જેમ વૈદ્ય પાસે વિદ્યમાન એવું પણ ઔષધ વ્યાધિ આદિ શબ્દથી વ્યાધિવાન્ જીવ, શીત - ગ્રીષ્મ – વર્ષાદિ ઋતુની અપેક્ષાએ તથા માત્રાદિની અપેક્ષાએ અપાય છે. તો જ લાભદાયક થાય છે. તેનાથી અન્યથા આપે તો દોષ દેખાય છે. (રોગ હાનિ થતી નથી પરંતુ કદાચિત્ રોગવૃદ્ધિ પણ થાય છે) તેની જેમ ગુરુજીએ ધર્મોપદેશ આપવો.
ભાવાર્થ આ પ્રમાણે છે :- ગુરુજીએ શિષ્યોને અવશ્ય ધર્મોપદેશ આપવો જોઈએ, ધર્મોપદેશ આપવો એ જ ગુરુપણાનું સ્વકર્તવ્ય છે. જે શિષ્યોએ પોતાનું સમગ્ર જીવન ગુરુજીને સમર્પિત કર્યું. તેનું આત્મહિત કેમ થાય ? તેવી મધુરી વાણીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org