________________
આપવો જોઈએ.
આ રીતેંદેશયાગના અનેક પ્રકારો છે. માટે તે તે જીવોની જેવી જેવી વચ્ચેની ભુમિકા (પાત્રતા) હોય છે. તે તે અપેક્ષાએ તેવા તેવા પ્રકારે ઉપદેશ આપવો જોઈએ કે જેથી ધીરે ધીરે કાળાન્તરે તે દેશયાગની અપેક્ષાએ ઉત્તર ઉત્તર(પછી-પછીનો) સુયોગ સાધક બને, જઘન્યદેશયાગમાંથી મધ્યમ દેશયાગમાં આવે, મધ્યપ્રદેશયાગમાંથી ઉત્તર ઉત્તર દેશ ત્યાગ વધતાં તેની ભૂમિકા પ્રમાણે અનુક્રમે ૧૧ પ્રતિમાને ધારણ કરવા રૂપ સુયોગો પણ આવેલા બને, સુયોગો સિદ્ધ થાય તેવો ઉપદેશ આપવો. એટલું જ નહિ પરંતુ ઉત્તરોત્તર વિકાસ સાધતાં જે સાધ્ય અત્તે સાધવું છે તે જણાવે છે કે સામાયિક (સર્વવિરતિસામાયિક), છેદો પસ્થાપનીય આદિચારિત્રરૂપ પરમસાધ્ય પ્રાપ્ત થાય, તેવો તેના વિષયવાળો અર્થનીતિને અનુસાર ઉપદેશ આપવો. દેશયાગ અને સર્વત્યાગનો મહિમા - પ્રભાવ, તેમાં રહેલી આત્મહિતની શક્તિ, તેના ઉપરનાં સુયોગ્ય દૃષ્ટાન્તો ઈત્યાદિ અર્થો સમજાવવાની નીતિ પૂર્વક એવો ધર્મોપદેશ આપવો કે જીવ સ્વસાધ્ય પ્રાપ્ત કરે.
-આ વિષય ઉપર એક દૃષ્ટાન્ત જણાવે છે કે – જે જગ્યાએ જેટલા માળનું બીલ્ડીંગ બનાવવું હોય તે જગ્યાએ તે બીલ્ડીંગને અનુરૂપ પાદશાધનાદિ (પાયો ખોદવો, પાયો લોખંડ-સીમેન્ટથી મજબૂત કરવો, પ્રારંભની દીવાલ પહોળી ચણવી, વચ્ચેના સ્લેબી મજબૂત અને જાડા ભરવા, પીલ્લરો ઉપર દીવાલોનું વજન ઝીલી લેવું ઈત્યાદિ) કરવામાં આવે છે. તે ન્યાય પ્રમાણે આ દેશવિરતિધરનો પાયો ઉપદેશ દ્વારા એવો મજબૂત કરવો કે તે મહાચારિત્ર રૂપી મહાપ્રાસાદ સ્વરૂપ બને.
દેશવિરતિધર આત્માઓને આ ઉપદેશ કેવી રીતે આપવો ? તેના ઉત્તરમાં આચાર્યશ્રી જણાવે છે કે “નયોની નિપુણતા પૂર્વક” આ પદ ક્રિયાપદનું વિશેષણ સમજવું. ધર્મોપદેશ સાંભળવાને યોગ્ય એવા શ્રાવકોના હૈયામાં ધર્માચરણ પ્રત્યે ઉત્તમોત્તમ “ભાવ” લાવવામાં કારણ બને એવો, તથા શ્રાવકોનું હૃદય દિનપ્રતિદિન ધર્મશ્રવણ અને ધર્માચરણ પ્રત્યે આકર્ષાય એવો ઉપદેશ આપવો તેને અહીં નય (દષ્ટિ) કહેવાય છે. જે આત્માનું જે પ્રકારે હિત થાય તે પ્રકારે તે આત્માને ધર્મ સમજાવવો તે નય કહેવાય છે. આવા નયોમાં નિપુણતા રાખીને ગુરુએ ઉપદેશ આપવો. બોલવા - બોલવામાં કંઈ પણ થાપ ન ખાઈ જઈએ, શ્રોતાનું અહિત ન થઈ જાય, ધર્મ પ્રત્યે, ધર્મી પ્રત્યે, દેવ-ગુરુ પ્રત્યે દ્વેષ ન જાગે તેવો પરમ પવિત્ર
ગાયોગતાં ૮ ૯ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org