________________
ત્યાદિ-“મવત્યુત્પાઃ "ગાયનપરિફચર્થ:“તત્રાપિ"-સન્મપરિહે મિ ? રૂાદ - “તનુવ:"= થોથનુવ: “ત"- યોનિ તિ
તઃ ? રૂાદ - “તથાડગાસત '= પ્રથાનોવિત્રુત્યાતિ પર્વ, प्रणिधान-प्रवृत्तिविजजयप्राप्तीनामित्थमेव भावात् । इति गाथार्थः । ॥९३ ॥
ગાથાર્થ અને કદાચ યોગની અસમાપ્તિ થાયતોપણ ઊંચા પ્રકારના ધર્મસંસ્કારો વાળા વિવિધ દેવ-મનુષ્યાદિસ્થાનોમાં ઉત્પાદ થાય છે કે જ્યાં તે મહાત્માને પૂર્વભવના) તેવા યોગના અભ્યાસના બળથી જ તે નવા ભવોમાં પણ યોગનો જ વિશેષ વિશેષ અનુબંધ થાય છે. જે ૯૩ //
ટીકાનુવાદ-આવી ઉત્તમ યોગદશા પામેલા મહાત્માને તે કાળે પ્રથમસંઘયણ, મોક્ષમાર્ગયુક્તકાળ, તથા વિશિષ્ટક્ષેત્ર ઈત્યાદિ સામગ્રીવિશેષના અભાવે કદાચ તે જ ભવે પૂર્ણ યોગની સમાપ્તિ (કેવળજ્ઞાન) ન થાય તોપણ વિશિષ્ટ એવી દેવાવસ્થા (વૈમાનિક દેવાવસ્થા) પામીને, ત્યાંથી ચ્યવા છતાં જ્યાં ઉચ્ચકોટિનો અધ્યાત્મધર્મ છે એવા પ્રકારનો મનુષ્ય ભવ પ્રાપ્ત કરે છે કે જ્યાં શ્રીમંતાઈ-સંસ્કારિકત્તા-અને ધર્મપરાયણતા પરાકાષ્ટાએ હોય છે. કારણ કે સમ્યગ્દષ્ટિ હોવાથી નરક-તિર્યંચ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોનું આયુષ્ય આ મહાત્મા બાંધતા નથી. ફક્ત દેવભવમાં જ જાય છે. તે દેવભવમાં પણ પૂર્વભવમાં પ્રાપ્ત કરેલ યોગબળનો અનુબંધ ચાલુ જ રહેતો હોવાથી વિવિધભોગો હોવા છતાં આ મહાત્મા ભોગોમાં જરા પણ લપાતા નથી. યોગદશાના બળે પાપોનો ક્ષય પહેલાં કર્યો છે. અને હવે આ દેવભવમાં પૂર્વબધ્ધ પુણ્યનો પણ અનાસક્તિભાવે ભોગવીને લગભગ ક્ષય કરે છે. ત્યાંથી વી મનુષ્યભવમાં જજન્મ ધારણ કરે છે. તે પણ ધર્મસંસ્કારોવાળા-શ્રીમંત અને ઉચ્ચકુળોમાં જ જન્મ ધારણ કરે છે. જન્મતાં જ પૂર્વપ્રાપ્ત યોગબળ વિકાસ પામવા લાગે છે. પુણ્યોદયથી પ્રાપ્ત કરેલી ઔદયિક ભાવની સંસારિક સંપત્તિ બીજા ભવમાં સાથે આવતી નથી. પરંતુ ક્ષયોપશમ તથા ક્ષાયિકભાવથી પ્રાપ્ત કરેલી ગુણસંપત્તિ બીજા ભવમાં પણ સાથે આવે છે અને ઉત્તરોત્તર ગાઢ બને છે. તેથી તે નવા ભવમાં પણ તે યોગીને તે યોગધર્મનો અનુબંધ જ (ગાઢતા જ) પ્રાપ્ત થાય છે. કારણ કે ગયા જન્મમાં આ યોગધર્મનો અભ્યાસ મન-વચન-કાયાની અત્યંત એકાગ્રતા રૂપ પ્રણિધાનથી ઉત્કટપણે અને આદર-બહુમાનપૂર્વક કરાયો છે. તેથી આ અભ્યાસ
યોગકારક :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org