Book Title: Yogashatak
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 308
________________ કરેલી યોગસામગ્રી ભવાન્તરમાં જતાં જ વિકાસ પામે છે. દિન-પ્રતિદિન વૃધ્ધિ પામે છે. તે કારણથી જિનેશ્વરભગવંતોના આગમોને અનુસાર નિરવદ્યએવા ઉત્તમોત્તમ યોગમાર્ગને અનુરૂપ (એટલે યોગમાર્ગના વર્ધક એવા) સામાયિકઆદિ સંયમસ્થાનોમાં સાંપ્રત જન્મ (વર્તમાન જન્મ)ની અંદર બહુ વિશેષે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ, જેટલા આ ભવના મજબૂત સંસ્કારો હશે તેટલી પરભવમાં તુરત અને ગાઢયોગમાર્ગની પ્રાપ્તિ થશે. માટે સામાયિકરત્નમાં અતિશય સ્થિર થવું. અહીં સામાયિક એટલે શું ? અને કેવી રીતે સ્થિર થવું ! તે જણાવે છે. સામાયિક એટલે સમતાભાવ એવો અર્થ અહીં કરવો. ગમે તેવા અનુકુળ-પ્રતિકુળ પ્રસંગોમાં નહીં રાગ નહીં રીસ, તન ઉદાસીનભાવ, તટસ્થ-મધ્યસ્થ સ્વભાવ એવો સામાયિકનો અર્થ કરવો. આ લોકનાં ભોગસુખો, શરીરસુખો, ઈન્દ્રિયસુખો તથા પરલોકનાં રાજરાજવીપણાનાં સુખો, તથા જીવન અને મરણ આ સર્વ ભાવો પ્રત્યે જે સમવૃત્તિ તે સામાયિક કહેવાય છે. આ જીવન ચાલુ રહે કે આજે જ મરણ પ્રાપ્ત થાય, તો પણ ન હરખાય કે ન ખેદ કરે. સર્વત્ર તુલ્યવૃત્તિવાળું જે ચિત્ત તે જ ચિત્તરત્નઆશયરત્ન કહેવાય છે અને આવું આ શ્રેષ્ઠ ચિત્તરત્ન જ મુક્તિનું પરમબીજ બને છે. | ૯૫ / અવતરણ -માવત: સલાડનોવિત્ય: પર્યન્તરિત્યાવારિરિરિતાતો વિધિમાદ – જે આત્મા સદા ભાવથી અનુચિત (અપવાદ-સદોષ) આચરણની વૃત્તિવાળો હોય છે. તે આત્માને મૃત્યુ પ્રસંગે ઉચિત (ઉત્સર્ગમાર્ગ-નિર્દોષ) આચરણની પ્રાપ્તિ થતી નથી. કારણ કે જે કાયમ દોષિત જ જીવન જીવવાને ટેવાયેલો હોય છે તેને મોહની પ્રબળતા હોવાથી પર્યન્ત સમયે નિર્દોષ આચરણ ક્યાંથી સૂઝે ? એનો અર્થ એ છે કે આવા સમતાભાવને પામેલા મહાત્મા પુરુષો પૂર્વબધ્ધકર્મના ઉદયથી કદાચ કોઈક અનુચિત (અપવાદમાર્ગ-સદોષ) માર્ગનું આચરણ કરે તો પણ તે ભાવથી હોતું નથી પરંતુ દ્રવ્યમાત્રથી જ હોય છે. અને સદા હોતું નથી પરંતુ અપવાદે જ હોય છે. માટે આવા મહાત્માને અનુચિત આચરણ સેવવાની બુધ્ધિ કદાપિ ન હોવાથી પર્યન્ત પણ ઉચિત આચરણની જ પ્રાપ્તિ થાય છે. તેથી પર્યન્ત (મૃત્યુ સમયે) ઉચિત આચરણ (દેહત્યાગ) કેવી રીતે કરવો ? એમ તે સંબંધી વિધિ જણાવે છે – એગલ કેરળ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324