________________
ચતુ શરણાદિની ભાવના, રાગાદિના પ્રતિપક્ષોની ભાવના, સર્વ જીવો પ્રત્યે મૈત્રી આદિની ભાવના, ગીતાર્થ ગુરુજીની ઉપસ્થિતિ, સુધાદિ-રોગાદિ વેદનાથી અપરાભૂતિ, જિનેશ્વરની આજ્ઞાનું પાલન, પદ્માસનાદિ વિધિનું પાલન, ઇત્યાદિ સુયોગી એવા સેવવા કે જરા પણ મૃત્યુ બગડે નહીં, કારણ કે આ બધા આરંભો ફળપ્રધાન છે. ફળ મેળવવા માટે જ આરંભ છે. “સમાધિમરણ”એ જઆ આરંભોનું ફળ છે.
પ્રશ્ન - મરણ વખતે આ પ્રમાણે સમાધિ રાખવાનું શા માટે જણાવો છો?
ઉત્તર - જે કારણથી ભાવલેશ્યાને આશ્રયી આ પ્રાણી જે લેગ્યામાં મરે છે તે જ વેશ્યાવાળા અમરાદિમાં ઉત્પાદ પામે છે. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે
આ જીવ જે લેસ્થામાં મરે છે તે જ વેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે.” આવું શાસ્ત્રવચન હોવાથી મૃત્યુ વખતે શુભલેશ્યા રહે તો વૈમાનિકાદિ વિશિષ્ટ દેવોમાં જ આ જીવનો ઉત્પાદ થાય, પરંતુ વ્યંતરાદિ તુચ્છદેવોમાં ઉત્પાદન થાય. અહીં લેશ્યા બે પ્રકારની છે : (૧) ભાવલેશ્યા અને (૨) દ્રવ્યલેશ્યા, આત્માના રાગાદિવાળા જે પરિણામ તે ભાવલેશ્યા અને તેમાં નિમિત્તભૂત થનાર પુગલવિશેષો તે દ્રવ્યલેશ્યા - દેવ - નારકીમાં દ્રવ્યલેશ્યા નિયત જ હોય છે, પરંતુ ભાવલેશ્યા પરાવર્તનથી છે એ હોઈ શકે છે. આ જ કારણથી વૈમાનિકમાં જન્મેલા સંગમને ભગવાન પ્રત્યે ઉપસર્ગ કરવાના વિચારવાળી કૃષ્ણાદિ અશુભલેશ્યા પણ આવી, અને સાતમી નારકીમાં સમ્યકત્યાભિમુખ જીવને તેજો-પા-શુકલ લેગ્યા પણ ભાવથી આવે છે માટે ભાવલેશ્યા જ મહત્ત્વની છે. મૃત્યુસમયે ભાવલેશ્યા બગડે નહીં તે માટે આ ઉપદેશ છે.
પ્રશ્ન - આ રીતે જાણીબૂઝીને સ્વપ્રાણોનો અતિપાત (વિનાશ) કરવો તે શું યોગ્ય છે ? શું “આપઘાત' ન કહેવાય ? શાસ્ત્રમાં આપઘાત કરવાનું તો વાર્યું છે અને આમ અનશન કરવાનું કેમ સમજાવો છો ?
ઉત્તર – આ અવસ્થામાં એટલે અન્તિમ અવસ્થા આવે ત્યારે આસન્નમૃત્યુને જાણીને સમાધિપૂર્વક સ્વપ્રાણોનો ત્યાગ કરવો તે આપઘાત મનાયો નથી, કારણ કે શાસ્ત્રમાં જે વિહિત છે તેનું જ આચરણ કરેલું છે. આગમવચનોની પ્રમાણતાથી તેઓના કહેવા મુજબ કરેલું છે માટે આપઘાત કહેવાય નહીં.
તથા જીવન અને મરણ એમ બન્ને વચ્ચે માધ્યસ્થવૃત્તિ છે. માટે પણ આપઘાત કહેવાય નહીં, સંસારનાં દુઃખોથી કંટાળીને, ઉદ્વેગ પામીને, અને ભાવિનાં સુખોની લાલસાથી જે પ્રાણત્યાગ કરાય તે જ આપઘાત કહેવાય છે. પરંતુ આ યોગીકરણને
આગામી કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org