________________
જોઈએ. કારણ કે આ આજ્ઞાયોગ જ ભવનો વિરહ અને મુક્તિનો સદા અવિરહ કરાવનાર છે. || ૧૦૦ |
ટીકાનુવાદ – અત્યાર સુધી આત્મવિકાસની ઘણી ઘણી વાતો કરી. તે સર્વ વાતોના અત્તે અનશનવિધિપૂર્વક દેહત્યાગ, શુભલેશ્યાવાળા પરિણામ, અને છેવટે પૂર્ણપણે આજ્ઞાયોગ, આ સર્વ ભાવો જીવમાં આવે તો તુરત જ આ આત્મા કલ્યાણ પામે, અત્તે ગ્રંથકારશ્રીએ આજ્ઞાયોગ જ મહાનું છે એમ સમજાવ્યું છે. જે કારણથી ગ્રંથકારશ્રીએ આ પ્રમાણે કહ્યું છે તે કારણથી તીર્થંકર પ્રભુની શક્ય તેટલી આજ્ઞાપાલનમાં, અને અશકય હોય તોપણ તે આજ્ઞાપાલવાનો પક્ષપાત કરવામાં પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ, હૃદયથી જ આજ્ઞા ઉપર અતિશય બહુમાન પ્રગટ થઈ જવું જોઈએ.
તીર્થંકર પ્રભુની આજ્ઞા માનવાનો કોણે પ્રયત્ન કરવાનો ? અને કેવી રીતે પ્રયત્ન કરવાનો ? ઉત્તર – અયોગી અવસ્થા નામના ચૌદમા ગુણસ્થાનકની જેણે પ્રાપ્તિ કરવી છે તેવા અયોગી અવસ્થાના અર્થી આત્માએ પ્રયત્ન કરવો જોઈએ અને તે પણ સમ્યગ્મકારે અવિપરીત વિધિથી પ્રયત્ન કરવો જોઈએ. આજ્ઞાથી વિપરીત વિધિ અલ્પ પણ ન આવી જાય તે રીતે યત્ન કરવો.
કારણ કે આ “આજ્ઞાયોગ” જ સંસારનો વિરહ આપનાર છે. જીવનમાંથી મુક્તિ અપાવનાર છે. સંસારનો વિરહ કરાવનાર છે. અથવા જીવવા છતાં મુક્તિ = ૧૩/૧૪ માં ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવે છે. અહીં “આજ્ઞાયોગ'ના પાલનથી ભવવિરહની પ્રાપ્તિ થાય છે. એટલે આજ્ઞાયોગ એ કારણ છે અને ભવવિરહ એ કાર્ય છે. તથાપિ કારણમાં કાર્યનો ઉપચાર કરીને આજ્ઞા યોગને જ ભવવિરહ કહેવાય છે. જેમ ઘી ખાવાથી નિરોગી રહેતાં આયુષ્ય ઘટતું નથી. તેથી ઘી એ આયુષ્યનું કારણ છે માટે “ગાયુષ્કૃતમ્'' એ ન્યાયમાં ઘીને જ આયુષ્ય કહેવાય છે. તેવી જ રીતે પ્રભુની આજ્ઞાના બહુમાન-પાલન-પક્ષપાત પ્રાપ્ત કરવા રૂપ આજ્ઞાયોગને જ ભવવિરહ કહેવાય છે.
તથા આ ભવવિરહ જ સદાકાળ મુક્તિના અવિરહ સ્વરૂપ જ છે. એટલે કે આજ્ઞાયોગથી પ્રાપ્ત થયેલો આ ભવવિરહ જ એવી સિધ્ધિ-મુક્તિ આપે છે કે જે સિધ્ધિ-મુક્તિ આવેલી કદાપિ જાય જ નહીં. સદાકાળ રહે જ. તે સિધ્ધિ-મુક્તિનો સદાકાળ અવિરહ જ રહે.
કેટલાક આજીવકમત”ના અનુયાયીઓ એમ માને છે કે આ જીવ મુક્તિમાં
I વાગરાત - ૩૦૩ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org