________________
(૧) આગમ
મરણનું પ્રકરણ જે ગ્રંથોમાં વર્ણવેલું છે તે “મરણવિભક્તિ” અર્થાત્ મરણવિભાગ આવા નામોવાળાં શાસ્ત્રો છે. તેમાં નાડીના સંચારણથી મૃત્યુની આસન્નતા દર્શાવાયેલી છે. તેથી જણાવે છે કે મરણવિભક્તિ આદિ શાસ્ત્રો થકી નાડીના સંચારણ આદિથી મૃત્યુની આસન્નતા જાણવી.
સમયવિદ્ પુરુષોએ કહ્યું છે કે – ઉત્તરાયણથી પાંચ દિવસ સુધી એક નાડી (ઈડા અથવા પિંગલા આદિ) ચાલે તો ત્રણ વર્ષનું આયુષ્ય બાકી છે એમ જાણવું.
આ જ ક્રમે ઉત્તરાયણથી દશ દિવસ એક નાડી) ચાલે તો બે વર્ષનું આયુષ્ય, પંદર દિવસ એક નાડી ચાલે તો એક વર્ષનું આયુષ્ય, વીસ દિવસ એક નાડી ચાલે તો છ માસનું આયુષ્ય, પચ્ચીસ દિવસ એક નાડી ચાલે તો ત્રણ માસનું આયુષ્ય (છવ્વીસ દિવસ એક નાડી ચાલે તો બે માસનું આયુષ્ય, સત્તાવીસ દિવસ એક નાડી ચાલે તો એક માસનું આયુષ્ય અઠ્ઠાવીસ દિવસ એકનાડી ચાલે તો પંદર દિવસનું આયુષ્ય, ઓગણત્રીસ દિવસ એક નાડી ચાલે તો દસ દિવસનું આયુષ્ય, ત્રીસ દિવસ એક નાડી ચાલે તો પાંચ દિવસનું આયુષ્ય, એકત્રીસ દિવસ એક નાડી ચાલે તો ત્રણ દિવસનું આયુષ્ય, બત્રીસ દિવસ એક નાડી ચાલે તો બે દિવસનું આયુષ્ય, અને તેત્રીસ દિવસ એક નાડી ચાલે તો ફક્ત એક જ દિવસનું આયુષ્ય બાકી છે એમ જાણવું.
અન્યદર્શનકારોએ પણ કહ્યું છે કે –
આ શ્લોક અન્યદર્શનશાસ્ત્રોનો છે. તેમાં પણ ઉપર જણાવેલી જ વિગત વર્ણવેલી છે. ફક્ત કહેવાની ઢબ જાદી જાતની છે. ભાવાર્થ સમાન છે. જો પળે = પોષ માસના કાળમાં (અર્થાત્ ઉત્તરાયણના કાળમાં), પશ્ચાત્ = પાંચ દિવસથી પઝવૃદ્ધ = પાંચ પાંચ, વિસતિ = દિવસોની વૃદ્ધિ જાણવી, એમ કરતાં યાવત મારોફતે વંશાત્ = પચ્ચીસ દિવસ સુધી ચડવું. એટલે કે પ/૧૦/૧૫/૨૦/૨૫ એમ પાંચ પંચક સમજવાં.
તસ્મત્ = ત્યારબાદ, પોળ= એકએકદિવસ અધિક કરતાં ત્રિમાણિતશ યુત્તર વાવત્ પતર્ = આ ક્રમ ચાવતુ ૩ થી ગુણાયેલા ૧૦, અને ત્રણ અધિક, એટલે કે ૩૪૧૦=૨૦+=૩૩ દિવસો સુધી લઈ જવું. અર્થાત ૨૬/૨૭/૨૮/ ૨૯/૩૦/૩૧/૩૨/૩૩ દિવસો એકોત્તર વૃધ્ધિથી સમજવા. ઉપર કહેલા સમય સુધી
IDોપટાતક ન રહa I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org