________________
હિતકારક બને છે. તેથી જ ગુરુકુલવાસ આવશ્યક જણાવ્યો છે. તથા સુગુરુની પણ અતિશય જવાબદારી બતાવી છે કે જે આત્માઓએ પોતાના કલ્યાણ માટે સમગ્ર જીવન ગુરુજીના ચરણે સમર્પિત કર્યું છે, તેના આત્માનું અધિકાધિક હિત કેમ થાય? તેવી રીતે સાયણા – વાયણા – ચોયણા અને પડિચોયણાના પ્રકારે શિષ્યોનું કલ્યાણ કરવામાં સહાયક થાય. સતત વાચના આપે, દીક્ષા આપ્યા પહેલાં જેટલી તેની સારસંભાળ લે, તેના કરતાં અનેકગણી તેને માર્ગે ચડાવવાની સારસંભાળ રાખે, શિષ્યો પાસે કામ કરાવવાની અલ્પ પણ અપેક્ષા ન રાખે, “પરસ્પૃહા મહાદુઃખ, નિઃસ્પૃહત્વ મહાસુખ” એ ભાવ હૈયે વસ્યો હોય, તથા ગુરુજીના ગુણોથી રંગાયેલા અને ઉપકાર પામેલા શિષ્યો સદા પ્રત્યુપકારની ભાવના વડે ગુરુજીનાં તમામ કાર્યો કરવાની (ઉપાડી લેવાની) વૃત્તિવાળા જ બને. ગુરુજી નિઃસ્પૃહ હોય, શિષ્યો ગુરુજીનાં કાર્યો કરવામાં વીયૅલ્લાસવંત હોય. ન ક્લેશ, ન દંભ, ન આવેશ, આવા ગુણીયલ ગુરુ પાસે આત્માર્થી જીવોએ વ્રતગ્રહણ કરવું.
તથા “વિધા” આવા ગુરુ પાસે પણ વંદનશુદ્ધિ આદિલક્ષણ સ્વરૂપ પૂર્વોક્ત વિધિ અવશ્ય સાચવવી. એટલે કે સુગુરુ પાસે પણ વ્રતપ્રતિપત્તિ કરતાં ચૈત્યવંદન, ગુરુવંદન, તથા વસ્ત્રાદિના દાનાદિથી ગુરુભક્તિ, વિગેરે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક જ વ્રતગ્રહણ કરવું. અહીં એક વાત સમજવા જેવી એ છે કે આ ચાલુ મૂળગાથામાં જ “સુગુરુનીવHિ” એમ કહ્યું છે એટલે આ વ્રતગ્રહણ સુગુરુ પાસે જ કરવાનું છે. અને જ્યારે વ્રત આપનાર સુગુરુ હોય તો ત્યાં સુગુરુ પાસે અવિધિ હોઈ શકતી જ નથી. અર્થાત સુગુરુ પોતે સુગુરુ હોવાથી શિષ્યોને વિધિપૂર્વક જ વ્રતગ્રહણ કરાવવાના છે. તેથી “વિહિપ તુ” એ પાઠ મૂળમાં ન લખીએ તો પણ વિધિપૂર્વક વ્રતગ્રહણ સિદ્ધ થઈ જાય છે. છતાં પણ મૂળગાથામાં જે વિધિ શબ્દનું પુનર્રહણ આચાર્યશ્રીએ કર્યું છે તે વિધિની પ્રધાનતા બતાવવા માટે કહ્યું છે. વિધિ સાચવવી અતિ આવશ્યક છે. એમ જણાવવા માટે કરેલું છે તેથી અદુષ્ટ જ છે એમ સમજવું. . ૪૨ ||
અવતરણ :- શ્રત પુર્વ વિશેષતો વિધાતમીદ :
ઉપરની ગાથામાં નવા ગુણસ્થાનકની પ્રાપ્તિ માટેની સામાન્ય વિધિ કહેલી છે. એ કારણથી જ હવે આ ગાથામાં તે અપૂર્વગુણસ્થાનકની પ્રાપ્તિ માટે વિશેષવિધિ જણાવે છે :
# યોગશક હતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org