________________
છે. તેમ તનની નિરોગિતા માટે “આહારશુદ્ધિ” પ્રધાનતર કારણ છે. તેથી જ ગ્રંથકારશ્રી હવે આહારશુદ્ધિની વિધિ જણાવે છે.
આ યોગીનો આહાર “શુક્લાહાર” સમજ્વો, આહારની પૂર્વાવસ્થા, વર્તમાનાવસ્થા, અને પશ્ચાદવસ્થા, એમ ત્રણે જેનાં શુદ્ધ છે, તે આહાર શુક્લાહાર સમજવો. એટલે કે શુદ્ધાનુષ્ઠાનોથી બનાવ્યો હોય, તથા શુદ્ધાનુષ્ઠાનોનું કારણ બનવા વાળો હોય અને આહાર પોતે સ્વરૂપે શુદ્ધ હોય તે શુક્લાહાર કહેવાય છે.
ન્યાયસંપન્નદ્રવ્યથી બનાવેલો, અન્નનાં વાસણો-ચૂલો વિગેરે પૂંજી પ્રમાર્જીને બનાવેલો, ભોગોપભોગવ્રતના પરિમાણપૂર્વકનો બનાવેલો, સડેલું, જીવાતવાળું, ચોરેલું, કે ખોટી રીતે આવેલું તો આ અનાજ નથી ને ? એમ પૂર્ણ ખાત્રીપૂર્વક દળાવેલા અનાજથી બનેલો જે આહાર તે શુદ્ધાનુષ્ઠાનસાધ્ય આહાર કહેવાય છે. આહાર બનાવતાં પહેલાંની પૂર્વાવસ્થા ઉપર જણાવ્યા મુજબ શુદ્ધ હોવી જોઈએ. આ વિધિ અપુનર્બન્ધક, અવિરતસમ્યગ્દષ્ટિ, અને દેશવિરતિધરને આશ્રયી જાણવી, સર્વવિરતિધરને આશ્રયી ગોચરીના ૪૨ દોષોથી રહિત આહાર લાવવો તે શુદ્ધાનુષ્ઠાન સાધ્ય આહાર જાણવો.
જે આહાર વાપર્યા પછી શુદ્ધાનુષ્ઠાનોનું કારણ બને તે શુદ્ધાનુષ્ઠાનહેતુ આહાર સમજવો, એટલે કે અતિમાત્રાએ આહાર ન લેવો કે જે ઊંઘ-આળસ-પ્રમાદનું કારણ બને. ઉણોદરીપૂર્વક આહાર લેવો, તથા કારણ વિના ઘી-દૂધ વિગેરે વિગઈઓનું સેવન પણ ન કરવું કે જે વિગઇઓ વિકારો કરે અથવા જે આહાર લેવાથી મન વિકારી થાય, વિલાસી થાય, કામોત્તેજનાવાળું બને, પરંતુ સ્વાધ્યાય-વૈયાવચ્ચકાયોત્સર્ગાદિમાં અપ્રમત્તપણે આત્માને જે જોડે તેવો આહાર તે શુદ્ધાનુષ્ઠાનહેતુ તે આહાર જાણવો. તથા જે આહાર કરવાથી મળ સંપૂર્ણતઃ નીકળી જાય, મળ ભરાય નહીં, જામે નહીં. શરીર નિરોગી રહે, તેવો આહાર તે શુદ્ધાનુષ્ઠાનહેતુ આહાર સમજવો. આ આહારની પશ્ચાદવસ્થા સમજાવી.
તથા વર્તમાનકાળે જે આહાર કરાય છે તે આહાર ભક્ષ્ય અને પેય જ હોવો જોઈએ, અભક્ષ્ય-અનંતકાય-કે ધર્મી જીવને ન શોભે તેવો તુચ્છ દોષિત આહાર ન હોવો જોઈએ, વળી પચી જાય તેવો, પેટ ભારે ન કરે તેવો, અજીર્ણ ન થાય તેવો હોવો જોઈએ, સાધુ જીવને આશ્રયી માંડલીના દોષોથી રહિત જે આહાર તે સર્વ ‘‘સ્વરૂપશુદ્ધાહાર’ સમજવો, આહારની આ વર્તમાનાવસ્થા સમજાવી.
યોગગત ૯૨૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org