________________
સારાંશ કે જે આહાર શુદ્ધકારણોથી ઉપાર્જન કરેલો છે અને જે આહારનું ફળ પણ શુદ્ધાનુષ્ઠાનોનું સેવન છે અને જે આહાર અભક્ષ્યાદિના ત્યાગપૂર્વકની સ્વરૂપે શુદ્ધ છે તે આહાર શુક્લાહાર કહેવાય છે. આ યોગીને આવા પ્રકારનો આહાર હોય છે એમ જાણવું. ઉપરોક્ત આહારથી અન્ય આહાર એટલે કે દોષપૂર્વક ઉપાર્જન કરેલો, ભાવિમાં પણ દોષો-વિકારોનું જ કારણ અને સ્વરૂપે પણ અભક્ષ્યાદિ રૂપ દોષથી જ ભરેલો આહાર યોગદશાની પ્રાપ્તિનું અંગ બનતો નથી. કારણ કે અપથ્ય અન્નનું ભોજન કરનારને દેહાદિના આરોગ્યની પ્રાપ્તિ હોતી નથી. આહાર એ શરીરશુદ્ધિ અને મનશુદ્ધિ એમ બન્ને શુદ્ધિ નું પ્રધાનતર કારણ છે. જેનો આહાર અશુદ્ધ તેનું જીવન અશુદ્ધ જ થાય વિકાર-વાસનાઓથી ભરેલો આત્મા અનશણાદિ બાહ્યતપ કે પ્રાયશ્ચિત્તાદિ અત્યંતર તપ નકરી શકે. આત્મામાં સંવેગ-વૈરાગ્ય આવે નહીં અને આવેલા હોય તો ટકે નહીં તેથી યોગસિદ્ધિનું અંગ બને નહીં. માટે જ આવા પ્રકારનો યોગીનો આહાર શુક્લાહાર હોય છે.
વળી આ “શુક્લાહાર” એ સાર્થક નામ છે અર્થયુક્ત નામ છે. શુક્લ એટલે ઉજવળ આહાર, ઉજ્વળ એટલે અત્યન્ત નિર્દોષ આહાર, જે આહાર આ આત્માને સર્વ પ્રકારની સંપત્તિ આપનાર બને તે શુક્લાહારનું બીજું નામ “સર્વ સંપન્કરી ભિક્ષા” કહેવાય છે.
ઉપર વર્ણન કરેલા પૂર્વ-ઉત્તર-અને વર્તમાન એમ ત્રણે કાળના દોષોથી રહિત જે આહાર છે તે એટલો બધો શુક્લાહાર છે. નિર્દોષ આહાર છે કે જે લેનાર સાધુ આદિને, આપનાર ગૃહસ્થ આદિને એમ દાતા અને ગ્રહીતા બને આવા પ્રકારની આહારસંબંધી ભિક્ષા આલોક અને પરલોક એમ ઉભયલોકમાં હિત કરનારી, કલ્યાણ કરનારી, સર્વ પ્રકારની સંપત્તિને કરવાના સ્વભાવવાળી જાણવી, કારણ કે આહાર નિર્દોષ છે. લેનાર સાધુ સંસાર ઉપર ના નિદ પરિણામ અને મોક્ષ પ્રત્યેના સંવેગ પરિણામવાળા હોવાથી આહાર પ્રત્યેની અલ્પ પણ મૂર્ણા-મમતા-કે આસક્તિ રાખ્યા વિના કેવળ સંયમસાધનામાં હેતુભૂત શરીર ટકાવવા જ ગ્રહણ કરે છે તથા આપનાર ગૃહસ્થાદિ પણ મન-વચન-કાયાનાં શુદ્ધ પરિણામોથી ઉત્તમ પાત્રની ભક્તિમાત્ર કરવાના અને સંયમ સાધનામાં નિમિત્ત માત્ર બનવાના શુદ્ધ આશયથી આપે છે. માટે બન્ને પાત્રોનું બન્ને લોકનું હિત કરનારી આ ભિક્ષા જાણવી.
આ “સર્વસંપન્કરી” ભિક્ષા સિવાયની બીજી પણ બે પ્રકારની ભિક્ષા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org