________________
બૌધ્ધોની (તેમના શાસ્ત્રોમાં) મુક્તિ થયાનું સંભળાતું હોવાથી આ જે (ઉપર કહ્યું બીજાનાં પાપો મારામાં પડો, મારા સુચરિતથી બીજાનું કલ્યાણ થાઓ તે) વસ્તુ અસંભવિત જ છે. અથવા જો તે સંભવિત છે એમ માનીએ તો જ્યાં સુધી સંસારી એક જીવની પણ અનિવૃત્તિ હોય ત્યાં સુધી બૌધ્ધની થયેલી આ મુક્તિ ઘટશે નહીં. | ૫ |
આ કારણથી આ પ્રમાણેનો ઉદારતાવાળો આ પરિણામ તાત્ત્વિક રીતિએ ન્યાયની દૃષ્ટિએ “મોહઘેલો” માત્ર જ છે. અતિશય ઊંચી યોગદશામાં કામનો નથી. પરંતુ તેની પૂર્વભૂમિકા સ્વરૂપ અવસ્થાન્તરમાં (પ્રાથમિક અવસ્થામાં) આ વિચાર સારો છે. જેમ તીર્થંકર ભગવાનું વીતરાગ હોવાથી આપણા સુખ-દુઃખના કર્તા-ભોક્તા કે દાતા નથી. છતાં ભક્તિના વશથી આપણે ભગવાનની પાસે બોધિબીજની (સમ્યક્ત્વાદિ ગુણોની) પ્રાર્થના કરીએ છીએ. “મા-વોહિલ્લામ સમદિવસમુત્તમંરિંતુ" = ઈત્યાદિની જેમ આવિચારવાળું આ કુશલચિત્ત પૂર્વાવસ્થામાં ઉપયોગી છે. તે ૬ |
બૌધ્ધદર્શનમાં કુશલચિત્તનું વર્ણન સમજાવતાં કહ્યું છે કે “ઇતર જીવો-વાઘસિંહ-દુષ્ટ મનુષ્યો અને દુષ્ટદેવો મને બહુ ઉપસર્ગો કરો, કારણ તેનાથી મારાં કર્મો તૂટશે અને મારી અલ્પકાળે તુરત મુક્તિ થશે અને તેના કારણે આવા ઉપસર્ગોથી મને ઘણો આનંદ થશે” આવા વિચારો તે કુશલચિત્ત કહેવાય. આ વિષય ઉપર આચાર્યશ્રી જણાવે છે કે
અપકાર કરનાર વાઘ-સિંહ-દુષ્ટ મનુષ્ય કે દુષ્ટદેવ ઉપર “મારા કર્મો તોડવામાં નિમિત્ત હોવાથી ઉપકારી જ છે.” ઇત્યાદિ વિચારવાળી જે સબુધ્ધિ છે તે બુધ્ધિ વિશિષ્ટ અર્થને એટલે સ્વકર્મક્ષય ને સાધનાર હોવાથી જરૂર સારી છે. પરંતુ “આત્મભરિત્વ”ની ચાડી ખાનાર હોવાથી એટલે કે મારું જ સારું થાઓ એવી સ્વાર્થભરી બુધ્ધિ હોવાથી તથા ઉપસર્ગ કરનારી તે વ્યક્તિનાં દુઃખોની (તે ઉપસર્ગો દ્વારા બંધાતાં ભારે કર્મોથી ભાવિમાં આવનારાં દુઃખોની) અપેક્ષા (વિચારણા) કરવામાં આવતી જ નથી. પરંતુ ઉપેક્ષા જ કરાય છે. માટે કંઈક દોષિત છે. જે ૭
આ પ્રમાણે શુધ્ધ સામાયિકરત્ન, કે જે પરમયોગીદશામાં આવે છે તેનાથી અવસ્થાન્તરોમાં (પૂર્વ અવસ્થાઓમાં) આવનારું, અન્ય દર્શનોમાં બતાવેલું આ કુશલચિત્ત ભદ્ર કહેવાય છે. પરંતુ શુધ્ધસામાયિક અવસ્થાઓમાં આવનારૂં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org