Book Title: Yogashatak
Author(s): Haribhadrasuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 301
________________ વાસી-ચંદનતુલ્ય એવા મહાત્માઓને આ ‘‘સામાયિક’” એ જ મોક્ષનું પરમ અંગ છે. એમ સર્વજ્ઞભગવંતોએ કહ્યું છે. ॥ ૧ ॥ કુશલ આશય રૂપ હોવાથી, તથા સર્વ યોગો કરતાં પણ અત્યંત વિશુધ્ધિવાળું હોવાથી તાત્ત્વિક રીતે આ સામાયિક (સમતાભાવ-આશયરત્ન-), એ જ એકાન્તે નિર્દોષ જાણવું. ॥ ૨ ॥ વળી જે લોકસંજ્ઞાની દૃષ્ટિએ કુશલચિત્ત કહેવાય છે. તેમાં તેવા પ્રકારની ઉદારતા દેખાવા છતાં પણ વિચારણા કરતાં તે ચિત્ત ખરેખર તેવું કુશચિત્ત (આશયરત્ન) જેવું નથી. ॥ ૩ ॥ જેમ કે “આ જગતના જીવોનાં જે કોઈ દુૠરિતો (પાપો) હોય તે બધાં પાપો મારામાં પડો અને મારા સુચરિતના યોગથી સર્વે જીવોની મુક્તિ થજો.” આવો વિચાર કરવો તેને લોકસંજ્ઞાથી કુશલ ચિત્ત કહેવાય છે. । ૪ ।। ઉપરના ચોથા શ્લોકમાં જે એમ કહેવામાં આવ્યું કે ‘“જગતના જીવોનાં પાપો મારામાં પડો’’ અને મારા સુચરિતથી જગતના જીવો મુક્તિ પામો, આ વાત અસંભવિત છે. કારણ કે બીજા જીવોનાં પાપો બોલવા માત્રથી અન્ય આત્મામાં જતાં નથી, માટે પ્રથમ તો આ કથન જ અસંભવિત છે. તથા વળી બીજું એ પણ અઘટિત છે કે માનો કે કદાચ અન્ય જીવનાં પાપો બોલવા માત્રથી અન્યમાં ચાલ્યાં જાય, તથાપિ જેનાં પાપો અન્યમાં ચાલ્યાં ગયાં તેઓ પાપ વગરના થાય, પરંતુ તેઓ પોતે જ્ઞાનાદિ ગુણોવાળા તો ન જ બને અને જ્યાં સુધી પાવિનાના થવા છતાં પણ પોતે જ્ઞાની ન બને ત્યાં સુધી મુક્તિ થતી નથી. કારણ અજ્ઞાનીઓની મુક્તિ હોતી જ નથી. તથા અજ્ઞાનીઓની મુક્તિ અસંભવિત છે. છતાં માનો કે કદાચ તે પણ બને તોપણ આટલી વિશાળ ઉદારતા દાખવનાર વ્યક્તિની પોતાની મુક્તિ કદાપિ નહીં થાય, કારણ કે જ્યાં સુધી આ સંસારમાં એક પણ અન્યજીવની અમુક્તિ હશે (મોક્ષે તે જીવો પહોંચ્યા નહીં હોય) ત્યાં સુધી આ ઉદારતા બતાવનાર જીવની તો મુક્તિ થશે જ નહીં, કારણ કે તેની આ ભાવના છે કે મારા સુચરિતથી અન્યજીવો મુક્તિએ જાઓ. તેથી એકની પણ મુક્તિ બાકી હોય ત્યાં સુધી આ જીવ મુક્તિ પામી શકે નહીં. માટે આવું કુશળ ચિત્ત ઉદારતાવાળું જરૂર છે. પરંતુ સદોષ છે, માટે આશયરત્ન નથી જ. | ૪ || યોગગત ૨૮૨ P Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324