________________
ઉપદેશમાલા ગ્રંથમાં વાસી-ચંદનનો અર્થ સમજાવી “સામાયિકરત્ન” આ તે પ્રમાણે સમજાવેલું છે
जो चंदणेण बाहुं, आलिंपइ वासिणा वि तच्छेइ । संथुणइ जो अ निंदइ महरिसिणो तत्थ समभावा ॥ ९२ ॥
ગાથાર્થ (શારીરિક સાતા-અસાતા રૂપે) કોઈમનુષ્ય મુનિના હાથને ચંદનનું વિલેપન કરે કે કોઈ મનુષ્ય વાંસલાથી તેને છોલે, (માનસિક સાતા-અસાતા રૂપે) કોઈ સ્તુતિ કરે કે કોઈ નિન્દા કરે. કિન્તુ ઉત્તમ મુનિઓ બન્ને પ્રત્યે સમભાવવાળા જ રહે છે ન તોષ અને ન રોષ એવા નિઃસ્પૃહભાવે રહે છે. || ૯૨ ||
આ પ્રમાણે કોઈ આ શરીરને વાંસલાથી છોલે અથવા ચંદનથી વિલેપન કરે તો પણ તે બન્ને ઉપર રીસકેરાગન કરે એવું જે ચિત્તને જચિત્તરત્ન, સામાયિકરત્ન, આશયરત્ન કહેવાય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની “મડે ઘરનેર" શ્લોકમાં આ જ અર્થ યુક્ત સ્તુતિ છે. આ જ ચિત્ત સર્વશ્રેષ્ઠ ચિત્ત છે. મુક્તિનું પરમકારણ છે.
આ “આશયરત્ન”થી અન્યથા મનાયેલું અન્યદર્શનોનું કુશલચિત્ત કંઈક દોષવાળું છે એટલે કે આટલું ઊંચું ચિત્તરત્ન તે નથી. ગૌતમબુધ્ધના દર્શનમાં આવું કહેવામાં આવ્યું છે કે “અપકાર કરનારી વ્યક્તિ ઉપર પણ “આ મારો ઉપકારી જ છે. જે મને આવા ઉપસર્ગો કરે છે જેથી મારા કર્મો તો તૂટે છે. મારું કલ્યાણ તો થાય જ છે. માટે તે મારો તો ઉપકારી જ છે આવા પ્રકારની મનમાં(આશયમાં) કલ્પના કરવી તે આશયરત્ન (કુશલચિત્ત) કહેવાય છે.” એમ બૌધ્ધ દર્શનમાં કહ્યું છે. પરંતુ ખરેખર તે કુશલચિત્ત છે. કિન્તુ આશયરત્ન કે ચિત્તરત્ન નથી જ. કારણ કે તેમાં કંઈક દોષ પણ છે. અતિશય શુધ્ધ નથી.
અપકારીને પણ ઉપકારી માનવાવાળા કુશલચિત્તમાં એવો અલ્પ પણ શું દોષ છે? તો આચાર્યશ્રી જણાવે છે કે “તપાયનિરૂપોન'= તે અપકારી આત્માને તે તે અપકારો કરવા દ્વારા જે જે અપાય (દુઃખ અથવા ભાવિમાં દુઃખ આપનારાં કર્મો બંધાય છે. તેની) અનિરૂપણ = અવિવક્ષા કરેલી છે. ઉપેક્ષા કરી છે. અપકારીને ઉપકારી માનવા વડે માત્ર પોતાના જ કલ્યાણની અપેક્ષા રાખવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org