________________
“મુક્ત નિવેશ વસુ' આ પદમાં જે હતુ અવ્યય છે તે અવધારણ = નિશ્ચય અર્થવાળું છે અને ક્રિયાપદનું વિશેષણ છે.
ઉપર કહેલી સર્વ વાતો “અભિનિવેશ”= (કદાગ્રહ)ને ત્યજીને પોતાની નિર્મળ બુધ્ધિ દ્વારા સંકલાત્મક દૃષ્ટિએ નિરૂપણ કરવા યોગ્ય છે. કારણ કે “કદાગ્રહ= અભિનિવેશ” એ તત્ત્વપ્રાપ્તિ પ્રત્યે ખરેખર શત્રભૂત છે. કદાગ્રહી માણસને યુક્તિ પણ વૈધ્યે પ્રતિમાસનાન્ - વિપરીત પણે જ પ્રતિભાસિત થાય છે. એટલે કે યથાર્થ વસ્તુ સમજાવવા કોઈ ડાહ્યો માણસ યુક્તિ બતાવે તો તે યુક્તિ પણ કદાગ્રહી આત્માને ઊંધી જ લાગે છે. કારણ કે કદાગ્રહી માણસ પોતાના માનેલા આગ્રહને જ તત્ત્વ સમજે છે. તેથી તે માનેલા આગ્રહને જ સિધ્ધ કરવામાં યુક્તિને ખેંચી જાય છે. અને પક્ષપાતવિનાનો તટસ્થ તત્ત્વજિજ્ઞાસુ આત્મા જે બાજા યુક્તિ દેખાય, તે બાજુ તત્ત્વ છે એમ સમજી પોતાના મનને તે તરફ વાળે છે.
અન્યશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે –
“કદાગ્રહવાળો પુરુષ યુક્તિને ત્યાં ખેંચીને લઈ જાય છે કે જ્યાં એની મતિ સ્થિર થયેલી છે. પરંતુ પક્ષપાતરહિત એવા તટસ્થ પુરુષની મતિ જ્યાં યુક્તિ દેખાય છે ત્યાં પ્રવેશ પામે છે.
“પોતાનું માનેલું તે જ સાધુ (સાચું-સારું), અને તેનાથી વિરુધ્ધ આવે તે અસાધુ (ખોટુ), એમ સાધુ-અસાધુ ઇત્યાદિ લોકોના ટોળા વડેકરાયેલો વચનવ્યવહાર વિવેકશૂન્ય છે. બાળક (મૂર્ખ) લોકો જ આમ બોલે છે. વિદ્વાન પુરુષો આવું બોલતા નથી, કારણ કે આ વિદ્વાન્ પુરુષ)ની મતિ તો સદા સુવચનમાં જ રમે છે.
આ પ્રમાણે કેટલીક પ્રાસંગિક ચર્ચા કરી, ૮૯ ||
અવતરણ - પર્વ પ્રાફિકથા “યુવતઃ'ફતાણા - सम्बद्धामेव प्रकृतयोजनागाथामाह -
આ પ્રમાણે પ્રાસંગિક કેટલીક ચર્ચા જણાવીને ૮૫મી ગાથાના પૂર્વાર્ધમાં જે કહ્યું છે કે “આ ભાવનાઓથી યુક્ત એવા આ મુનિ અશુભના ક્ષેપક અને શુભના બંધક થાય છે. અને ઉત્તરાર્ધમાં અને કહ્યું છે કે તે આત્મા સુખે સુખે મોક્ષગામી બને છે.” આ ગાથાની સાથે જ સંબંધવાળી એવી પ્રસ્તુત યોજનાપૂર્વકની ગાથા જણાવે છે
Iીગાહત ૨૯ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org