________________
પછી તો બિલકુલ ઊપજતી જ નથી. ઠીકરાં કચરામાં જ નાખી દેવાં પડે છે માટે તુચ્છ છે. અસાર છે. અને બીજું પુણ્ય સોનાના કલશની ઉપમાવાળું છે જે વધુ કિંમત આપનારું છે તથા તે કલશ ભાગે તોપણ સોનાની પૂરેપૂરી કિંમત આપે છે. તેથી સારભૂત છે.
જેમ માટીનો અને સોનાનો ઘડો ઘડાપણે સમાન હોવા છતાં કિંમતમાં તફાવત છે. તેવી રીતે પહેલું અને બીજું પુણ્ય તફાવતવાળું છે. પહેલું પુણ્ય એટલે (ભાવના વિના) શારીરિક ધર્મની ક્રિયાઓ માત્રથી જન્ય એવું જે પુણ્ય તે વિશિષ્ટ ફળને આપનારૂં નથી, માટે અફળ છે. અથવા માત્ર તે ઘડાની કિંમત જેટલા જ ફળ દાનના સ્વભાવવાળું છે. જેમ માટીનો ઘણી મહેનતે બનાવેલો ઘડો ફક્ત ૫/૧૦ રૂપિયા જ કિંમત આપે છે અને બનાવતાં ફૂટી જાય તો કંઈ કિંમત નથી પણ આપતો, અફળ પણ જાય છે. તેમ ક્રિયામાત્રથી કરાયેલું પુણ્ય સ્વર્ગાદિ ભોગસુખો આપી વિરામ પામી જાય છે. અથવા પુણ્ય કર્યા પછી તીવ્ર પાપાદિ થાય અથવા પશ્ચાત્તાપાદિ થાય તો પુણ્યકર્મ પાપમાં સંક્રમી જતાં નિષ્ફળ પણ જાય છે. સ્વર્ગાદિ સુખો પણ ન આપે માટે માટીના ઘટની જેમ તુચ્છ-અસાર છે.
તથા અન્યત્ = બીજું પુણ્ય સોનાના કલશની ઉપમાવાળું છે. કે જે શાસ્ત્રોક્ત સુંદર વિશિષ્ટ ભાવનાઓથી વાસિત નિર્લેપભાવે ઉત્પન્ન થયેલું પુણ્ય છે. જેમ સોનાનો ઘડો ઘણી કિંમત આપે ફૂટે-તૂટે તોપણ સોનાની કિંમત આપે જ, તેવી રીતે વિશિષ્ટ ભાવનાઓથી જન્ય એવું આ બીજા નંબરનું પુણ્ય તેવા તેવા પ્રકારનાં સ્વર્ગલોક, સંસારસુખ-મનુષ્યભવ-આર્યદેશ-ઇત્યાદિ ભિન્નભિન્ન ફળોની પ્રાપ્તિમાં સાધન બનતું છતું નિશ્ચયથી આત્મા રાગાદિ દોષોરહિત એવી ભાવનાઓવાળો હોવાથી પ્રકૃષ્ટ એવું જે મોક્ષફળ, તેના જનક સ્વભાવવાળું આ બીજા નંબરનું પુણ્ય છે.
અન્યદર્શનકાર એવા બૌધ્ધોએ પણ આ જ કહ્યું છે કે હે ભિક્ષુઓ ! પુણ્ય બે પ્રકારનું છે : (૧) મિથ્યાદૃષ્ટિ જીવો વડે કરાયેલું અને (૨) સમ્યગ્દષ્ટિ જીવો વડે કરાયેલું. પહેલું પુણ્ય અશુધ્ધ છે. કારણ કે ફળપ્રાપ્તિમાં માટીના બનાવેલા ઘટના સ્થાન સરખું છે. અને બીજાં પુણ્ય શુધ્ધ છે ફળ આપવામાં સોનાના ઘટ સરખું છે. આ પ્રમાણે આ યોગની બાબતમાં અન્યદર્શનકારોએ પણ નામમાત્રનો વિપર્યાસ કરવા પૂર્વક જે કંઈ કહ્યું છે. તે આ તત્ત્વથી ‘‘ફતરમ્ય વન્ય તથા સુàનૈવ મોક્ષાનીતિ'' એ ગાથા ૮૫ માં અમે જે કંઈ કહ્યું છે એને અનુસરનારું જ છે.
પ્રયોગગતા ૨૫ f
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org