________________
(પીડા)નો ક્ષય થાય તેટલા માટે વૈદ્ય પાસે દવા લે છે. પરંતુ અપથ્યનું સેવન ચાલુ રાખે છે. એટલે અપથ્ય લેવા છતાં દવા ચાલુ હોવાથી વેદનાનો ક્ષય થાય છે પરંતુ તે વેદનાનો ક્ષય કાયમ માટે થતો નથી, દવા બંધ થતાં જ તે વેદના ચાલુ થાય છે. કારણ કે અપથ્યનું સેવન ચાલુ હોવાથી મૂળથી દર્દ ગયું જ નથી. તેમ કાયિક ધર્મક્રિયાઓ કરવાથી રાગાદિ દોષો જાય પરંતુ ચિત્તમાંથી ગયેલા ન હોવાથી જન્માન્તર મળતાં જ પુનઃ રાગાદિદોષો પ્રગટ થઈ જ જાય છે.
આ જ પ્રમાણે શાસ્ત્રોમાં કહેલાં વચનોથી ગર્ભિત એવી ચિત્તવૃત્તિરૂપ (શાસ્ત્રમાં કહ્યા મુજબ રાગદિ દોષો વિનાની નિર્મળ-શુદ્ધ ચિત્ત પરિણતિ સ્વરૂપ) ભાવના વડે કરાયેલો રાગાદિ દોષોનો ક્ષય કેવા પ્રકારનો વિશિષ્ટ જાણવો ? તો કહે છે કે તે મંડુકના શરીરની ભસ્મતુલ્ય જાણવો કારણ કે ફરીથી તે દોષો હવે થવાના જનથી. અહીં ક્ષપિતા:શબ્દ એક વખત ચૂર્ણ પ્રસંગે લખ્યો હોવા છતાં બીજી વખતમાં ભસ્મ પ્રસંગે પણ અનુવર્તે છે.
પાણી વિના મૃત થયેલાં દેડકાંનાં શરીરોને જો અગ્નિથી ભસ્મ રૂપ કરવામાં આવ્યાં હોય તો ગમે તેટલું વરસાદનું પાણી આવે તો પણ તેમાં પુનઃ દેડકાં ઉત્પન્ન થવાની યોગ્યતા જ નષ્ટ થઈ ચૂકેલી હોવાથી પુનઃ દેડકાંની ઉત્પત્તિ થતી નથી. તેમ શાસ્ત્રોક્ત વિધિવચન મુજબ ચિત્તમાંથી જ રાગાદિ દોષો ટાળીને ભાવનાથી જો દોષ ક્ષય કરાયો હોય તો જન્માન્તરનો સંયોગ થવા છતાં, દેવ-દેવીનો વૈભવ મળવા છતાં પણ અંદર ચિત્ત ન લેપાવાથી અનાસક્તિભાવની વૃધ્ધિ થવાથી પુનઃ રાગાદિ દોષો પ્રગટ થતા નથી.
ભાવના” એ જ અહીં કર્મોને બાળવામાં અગ્નિતુલ્ય સમજવી. જેમ ભડભડ થતી આગમાં બળેલા પદાર્થમાં પુનઃ વસ્તુ ઉત્પન્ન થતી નથી તેમ અહીં શાસ્ત્રોના વચનોનું નિમિત્ત (આશ્રય) લેવું એ જ આ આગ સમજવી. જેમ આગ પદાર્થની રાખ બનાવે તેમ શાસ્ત્રોના વચનોની ભાવના રૂપ આગ જ કર્મોને રાખ બનાવે છે. દોષોને રાખ બનાવે છે જે દોષો કદાપિ પુનઃ પ્રગટ થતા નથી.
આ ૮૬મી ગાથા અને આના પછીની ૮૭૮૮મી ગાથામાં કહેલો વિષય અન્યદર્શનકારોનો છે. અને ઉપસંહાર ૮મી મુળગાથામાં ગ્રંથકારશ્રી પોતે કરવાના જ છે. તથાપિ આ ૮૬મી ગાથાની ટીકા પૂર્ણ થતાં તેનો ઉપસંહાર ટીકાકારશ્રી ટીકાની છેલ્લી પંક્તિમાં લખે છે. જો કે ગ્રંથકારશ્રી અને ટીકાકારશ્રી એક જ છે
મોશનલ છે ર૭૩ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org