________________
એવી આ લબ્ધિઓની આવા યોગબળવાળા મુનિમહાત્માને પ્રાપ્તિ થાય છે.
માણસ પાસે ધન ન હોય ત્યારે ધન મળે તો દેશ-વિદેશ ફરું. બધું જ જોઈ આવું આવી ઘેલછાઓ હોય છે અને કદાચ પુણ્યવશાત ધન મળે, ગાડી-વાડીની પ્રાપ્તિ થાય, તો તે ધન દ્વારા ફરવા નીકળી જ પડે છે, મોજ-મજા માણી આવે છે. વધુ ધન મળે તો પ્લેન દ્વારા દેશ-વિદેશોમાં પણ ઘૂમી આવે છે. તેવી જ રીતે આ જીવને લબ્ધિઓ ન મળી હોય ત્યાં સુધી આવી ઘેલછાઓ હોય છે કે જો મને વૈક્રિય શરીર મળે તો બધે ફરી આવું, આહારક શરીર મળે તો સીમંધર સ્વામી પાસે જ પહોંચી જાઉ, આકાશગામીની લબ્ધિ મળે તો નંદીશ્વર દ્વીપ જઈ આવું. પરંતુ યોગદશા વિના પ્રાયઃ આવી લબ્ધિઓ મળતી નથી. અને યોગદશાનું સામર્થ્ય આવે ત્યારે આવી લબ્ધિઓ યોગબળે જ ઉત્પન્ન થાય છે. પરંતુ ભોગીના જેવી ઘેલછાઓ જ ખતમ થઈ જાય છે. માટે લબ્ધિઓ ફોરવતા જ નથી. અપવાદ પ્રસંગે જ આ લબ્ધિઓનો મહાત્મા પુરુષો ઉપયોગ કરે છે.
વિષ્ણુકુમાર મુનિ પાસે વૈક્રિયલબ્ધિ હતી પરંતુ નમુચિનો પ્રસંગ આવ્યો તો જ ફોરવી. વજૂ સ્વામી પાસે આકાશગામિની વિદ્યા હતી પરંતુ પાલીતાણામાં ફૂલપૂજાનો પ્રસંગ આવ્યો તો જ ફોરવી. પૂર્વધરો પાસે આહારકલબ્ધિ હોય છે પરંતુ પ્રશ્નોત્તરાદિનો પ્રસંગ હોય તો જ ફોરવે છે, માટે આ ચર્ચાનો સારાંશ એ છે કે લબ્ધિઓ મળવી તે પુણ્યોદય છે પરંતુ વિના કારણે મોહને વશ થઈને ફોરવવી તે પ્રમાદ છે. તેથી જ આહારકાદિ લબ્ધિઓની પ્રાપ્તિ અપ્રમત્તગુણઠાણે થાય છે. પરંતુ જ્યારે ફોરવે છે ત્યારે પ્રમત્તગુણસ્થાનક આવે છે. || ૮૩ !!
અવતરણ - ભવ્યીનાં સ્વરૂપમાહહવે લબ્ધિઓનો પ્રસંગ હોવાથી લબ્ધિઓનું જ સ્વરૂપ સમજાવે છેरयणाई 'लद्धीओ, अणिमादीयाओ 'तह य 'चित्ताओ। "आमोसहाइयाओ, 'तहा तहा 'जोगवुड्ढीए ॥८४ ॥
रत्नाद्या लब्धयः, “स्थान्युपनिमन्त्रणेसङ्ग-स्मयाकरणंपुनरनिष्टप्रसङ्गात्" (પાતwાની યોગસૂત્ર-રૂ-૨) રૂતિ વાનાજૂ મામાદ્ય તથા “જિત્રા:” = अणिमा-महिमा-लघिमा प्राप्तिः प्राकाम्यं ईशिता वशिता यत्र कामावसायिता
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org