________________
ધી ચોપડવામાં આવે અને ગાયના ઘીથી મટે તેવા ઘાને લીંબડાનું તેલ ચોપડવામાં આવે તો, તેની જેમ જ.
ગાપો તોષાહન = આહાર પણ જેને જે ઉચિત ન હોય તેને જો તે આપવામાં આવે તો દોષફળને જ આપનાર બને છે.
ઉપર કહેલ અર્થનો ભાવાર્થ આ પ્રમાણે છે– જેમ હાથ-પગ વિગેરે શારીરિક અવયવોમાં લાગેલો કોઈ ઘા સ્વરૂપના ભેદથી ભિન્ન ભિન્ન હોય છે. કોઈક થોડો ઊંડો ઘા, કોઈક વધારે ઊંડો ઘા, અને કોઈક અતિશય વધારે ઊંડો ઘા, તથા કોઈ ઓછાચિકાશવાળા લિંબડાના તેલથી મટી શકવાને ઉચિત,કોઈ ઘા વધારે ચિકાશવાળા અન્ય તેલથી મટી શક્વાને ઉચિત, તથા વળી કોઈ ઘા ગાય આદિના અતિશય ચિકાશવાળા ઘીથી મટી શક્વાને ઉચિત હોય છે તથા વળી થોડો ઊંડો ઘા હોય તો પ્રમાણમાં થોડો લેપ કરવો પડે, વધારે ઊંડો ઘા હોય તો વધારે લેપ કરવો પડે, અને અતિશય વધારે ઊંડો ઘા હોય તો અતિશય વધારે ઊંડો અને દીર્ઘકાળ સુધી લેપ કરવો પડે. જો તેમાં વિપર્યય લેપ કરવામાં આવે તો દોષફળ જ થાય. નાનો ઘા હોય અને આખી બાટલી ખાલી કરવામાં આવે તો નિરર્થક જ જાય, અને ઊંડા ઘા વધારે હોય અને ઉપર ઉપરથી અલ્પ લેપ કરવામાં આવે તોપણ ઘા મટે નહીં. પરંતુ અંદર ઊંડો લેપ ન મળવાથી રોગ વધે, તથા અલ્પ ચીકાશવાળા તેલથી મટે તેવા ઘાને વધુ ચીકાશવાળા ગાયના ઘીથી લેપ કરવામાં આવે તો પણ રોગ મટે નહીં પણ વધે, ઈત્યાદિ વિપર્યય લેપ કરવામાં જેમ દોષફળ જ આપે છે. તેની જેમ યતિની (મુનિની) કાયા માટે પણ આહારની બાબતમાં આ જ પ્રમાણે સમજી લેવું.
કોઈ મુનિની કાયા લુખ્ખા-સુકા કોદ્રવાદિ ધાન્યને ઉચિત હોય, કોઈ મુનિની કાયા બાસ્મતી આદિ સારા તેંડુલાદિ ધાન્યને ઉચિત હોય, અને કોઈ મુનિની કાયા (કે જેઓ પૂર્વાવસ્થામાં ચક્રવર્તી અથવા રાજા-મહારાજા હોય અને દીક્ષા લીધી હોય તેવા મુનિની કાયા) ઘી આદિ (ઘી-ગોળ-સાકરાદિ) વિશિષ્ટ દ્રવ્યોથી ભરપૂર એવા ધાન્યને પણ ઉચિત હોય તો તે મુનિને તેવો તેવો જ આહાર આપવો, તથા જેને અલ્પાહાર ઉચિત હોય તેને માત્રાથી અલ્પ આપવો અને પ્રથમથી જબહુમાત્રાએ આહાર લીધો હોય તેને અધિકાહાર આપવો એમ કરવાથી જ સુધાદિ શાન્ત થતાં સ્વાધ્યાય-ધ્ધાનાદિ પ્રસન્નચિત્તે આરાધી શકે, કારણ કે શરીર એ પણ ધર્મસાધનાનું
મોડાસા ટાટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org