________________
નાશક હોવા છતાં ગુરુ અને દેવ કિલષ્ટકર્મોના નાશક કહેવાય છે. એ જ તેઓનો અનુગ્રહ છે. આ જ વાત એક દૃષ્ટાન્તથી આચાર્યશ્રી આગલી ગાથામાં સમજાવે છે.
પ્રશ્ન :- ગુરુ અને દેવમાં ગુરુ હજુ વૈરાગી છે. અકેવલી છે. સરાગી છે. અપૂર્ણ છે. અને દેવ (વીતરાગ પરમાત્મા) તો તેમનાથી વિપરીત છે. વીતરાગી છે, કેવલી છે, રાગાદિથી રહિત છે, અને સંપૂર્ણ છે માટે દેવ-ગુરુ એમ ઉલ્લેખ કરવો જોઈએ તેને બદલે આચાર્યશ્રીએ મૂળમાં અને ટીકામાં વારંવાર ગુરુનો ઉલ્લેખ પહેલો અને દેવનો ઉલ્લેખ બીજો શા માટે કર્યો ?
ઉત્તર :- વર્તમાનકાળમાં ગુરુ કરતાં દેવની સ્થિતિ ચડિયાતી છે. પરંતુ તે વીતરાગ પરમાત્માની તથા તેઓએ બતાવેલા ધર્મની ઓળખાણ યોગીઓને ગુરુએ જ કરાવી છે. “દેવ-ગુરુ-ધર્મ” આ ત્રણમાં વચ્ચેનું તત્ત્વ બન્ને બાજુના તત્ત્વની ને સમજાવનાર છે. વળી અનંતર સંબંધ ગુરુ સાથે છે માટે પણ ગુરુને પ્રથમ કહેલ છે તથા વળી પરમાત્મા વીતરાગ છે, સ્નેહધારી નથી અને ગુરુ તો સ્નેહધારી છે. યોગીને વાત્સલ્યથી-પ્રેમથી-ઉપકાર કરવાની બુધ્ધિ રાખીને પણ જ્ઞાન આપનાર છે. શિષ્યોને ઉત્સાહિત કરનાર છે. પરમ આશિષ આપવા દ્વારા, પ્રશ્નોના ઉત્તરોનું નિરાકરણ કરવા દ્વારા, વીતરાગનું વચન ગણધરોની જેમ પ્રશસ્ત રાગપૂર્વક પણ સમજાવનારા છે, માટે પણ ગુરુને પ્રથમ કહેલ છે.
તથા કેવલી પરમાત્મા સર્વભાવો જણાવીને મોક્ષે ગયા. તેમનાં કહેલાં આગમોમાંથી કયા જીવને કયા ક્ષેત્રે અને કયા કાળે કયો ભાવ ઉપકારી છે ? કયો ભાવ સ્વીકાર્ય છે અને કયો ભાવ ત્યાજ્ય છે તે બધું દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિના જાણકાર એવા ગુરુને આધીન છે. ઈત્યાદિ કારણોસર પણ ગુરુનો પ્રથમ ઉલ્લેખ કરેલ છે.
ગુરુ અને દેવના પ્રણામથી તેઓ પ્રત્યેનો પૂજ્યભાવ વિશેષ પ્રગટ થાય છે. તે જ તેઓનો અનુગ્રહ છે. તેનાથી કિલષ્ટકર્મોનો નાશ થાય છે. કર્મોના અપગમથી તે તે રાગ-દ્વેષ-મોહ વિષયક તત્ત્વોનું ચિંતન વિશુધ્ધપણે સિધ્ધ થાય છે. યથાર્થ તત્ત્વચિંતનની સિધ્ધિ થાય છે. આ અનુગ્રહ (ઉપકારીપણાનો ભાવ) ગુરુ અને દેવ નિમિત્તક છે. કારણ કે તેઓ પ્રત્યે બહુમાન થવાથી; આ આત્મા તેવા પ્રકારના (તેઓ પ્રત્યે) પૂજ્યભાવવાળો બનેલ છે. તેથી તે ગુરુ અને દેવ વિરાગી અને વીતરાગી હોવાથી જોકે માધ્યસ્થવૃત્તિવાળા છે. ઉદાસીન છે. કોઈના ઉપર કૃપા વરસાવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org