________________
ભોગી ગમે તેને યોગી ન ગમે અને યોગી ગમે તેને ભોગી ન ગમે, વીતરાગી દેવ, અને વૈરાગી ગુરુ જેને ગમે, તેમની આજ્ઞા જેમના મનમાં વસી તેને કાયમ માટે ભોગો પ્રત્યે ઉદાસીનતા જ આવી જાય, તે જ મહાત્માઓ યથાર્થ “આત્મસંપ્રેક્ષણ” કરી શકે છે. પ્રભુની આજ્ઞા આત્માને વિવેકી બનાવે, સમ્યગ્ગાની બનાવે,યથાર્થ માર્ગે ચડાવે, માટે તેમનો અને તેમના શાસ્ત્રોનો પૂજ્યભાવ=બહુમાનનો
ભાવ હૃદયમાં વ્યાપી જવો જોઈએ.
સર્પડંશ થયો હોય તો તેનો પ્રતિપક્ષી ગાડિક મંત્ર જ તે વિષ ઉતારી શકે તેમ રાગાદિ દોષો રૂપ વિષ (ઉતારવા) માટે તે રાગાદિના પ્રતિપક્ષી વીતરાગી દેવ અને વૈરાગી ગુરુની આજ્ઞા જ પરમ મન્ત્ર તુલ્ય છે. આ જ કારણથી અન્યદર્શનકારોએ પણ કહ્યું છે કે .
-
અમન્ત્રાપ = શાસ્ત્રોની આજ્ઞાથી બહાર શાસ્ત્રાજ્ઞાથી નિરપેક્ષ કરાતી ધર્મક્રિયા રાગાદિ દોષોને દૂર કરવા રૂપ ફળપ્રાપ્તિ પ્રત્યે અમન્ત્ર તુલ્ય છે. મન્ત્રરૂપ નથી, તથા રાગાદિ દોષોનું માર્જન (શોધન) તો નથી કરતી પરંતુ અભિમાનાદિ ઉત્પન્ન કરવા દ્વારા ‘“અપમાર્જન’= રાગાદિ દોષોનું શોધન કર્યા વિના તે દોષોની વૃદ્ધિ કરવા તુલ્ય છે.
તીર્થંકર પરમાત્માઓ ભાવથી ગુણોના સાગર છે. ગુણરત્નોના ભંડાર છે તેવા પ્રકારના ભાવથી ગુણરત્નોના મહાસાગર એવા તીર્થંકર પરમાત્મા પ્રત્યેના બહુમાનથી, અને તેઓની આજ્ઞાનું પાલન છે સારભૂત જેમાં એવી પ્રવૃત્તિ કરવા વડે ૫૨મ એવો કર્મક્ષય થાય છે. બહુમાન વિનાનું આજ્ઞાપાલનપણું એટલું શ્રેષ્ઠ નથી કે જેટલું બહુમાનપૂર્વકનું આજ્ઞાપાલન શ્રેષ્ઠ છે. કારણ કે હૈયામાં રહેલું બહુમાન એ ભાવ ગુણ છે અને આજ્ઞાપાલનપણું એ દ્રવ્યગુણ છે. અર્થાત્ એક અભ્યન્તરગુણ છે અને બીજો બાહ્યગુણ છે. માટે આવા પ્રકારનું શ્રેષ્ઠ આત્મસંપ્રેક્ષણ જ્યારે કરાય ત્યારે વીતરાગ પ્રભુની આજ્ઞા પ્રત્યે અત્યંત હાર્દિક બહુમાન સાથે પરિપૂર્ણ પણે આજ્ઞાપાલક્ત્તા પાળવાપૂર્વક જ આ આત્મસંપ્રેક્ષણ કરવું – તેનાથી કર્મોનો પરમક્ષય પ્રાપ્ત થાય છે.
એકસરખી ક્રિયા હોવાછતાં પણ યોગ્ય સ્થાને બહુમાનપૂર્વક આશાના આરાધન સહિત અને આજ્ઞાના આરાધન વિના કરાતી ધર્મક્રિયાઓથી કર્મોના ક્ષયાદિમાં વિશેષતા હોય છે. બહારથી દેખાતી ક્રિયા સરખી જ હોવા છતાં હૈયાના ભાવને
ોત -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org