________________
चित्तस्थैर्यं शिवाध्वविजयदुर्गावाप्तिलक्षणम् । इति गाथार्थः । ॥ ७७ ॥
ગાથાર્થ :- આ પ્રમાણે ઉપરોક્ત વિધિમુજબ યોગના અભ્યાસથી રાગાદિવિષયક યથાર્થતત્ત્વપરિણતિ અને ચિત્તની સ્થિરતા પ્રાપ્ત થાય છે. અને તે ચિત્તની સ્થિરતા ભવાન્તરમાં પણ સાથે આવે છે. તથા પરંપરાએ મુક્તિપ્રાપ્તિનું પરમપ્રધાન કારણ બને છે. જે ૭૭!
ટીકાનુવાદ :- આ પ્રમાણે જો યથાર્થ તત્ત્વચિંતન થાય અને વારંવાર આ તત્ત્વચિંતનચાલુજ રહે, તો ઉપરોક્ત સર્વવિધિપૂર્વક કરાતું આતત્ત્વચિંતન આત્મામાં રમી જાય, પરિણમી જાય, એકરસ બની જાય, લયલીન થઈ જાય. તથા રાગ-દ્વેષ અને મોહનું સ્વરૂપ-પરિણામ અને વિપાકો એવા જાણી લીધા હોય કે ગમે તેવા સંજોગોમાં તે આત્માનું મન રાગાદિ દોષોના વિષયમાં પલટાય નહીં, ચલિત થાય નહીં, અંજાય નહીં એવું ચિત્તધૈર્ય પ્રાપ્ત થાય છે.
સતત આ વિષયક અભ્યાસ થવાથી, હૃદયમાં સાચું યથાર્થ તત્ત્વજ્ઞાન પરિણામ પામવાથી, અને અચલિતભાવવાળું ચિત્તધૈર્ય મળવાથી આ આત્મા ઉપર ઉપરના ગુણસ્થાનકોના આરોહણમાં બળવાન બને છે. તથા પ્રાપ્ત થયેલા આ ગુણો એટલા બધા ઘનીભૂત અને મજબૂત બની જાય છે કે ભવાન્તરમાં પણ સાથે આવે છે. જેમ બાલ્યાવસ્થામાં દઢ રીતે કરેલો અભ્યાસ યુવાવસ્થામાં સુદ્રઢ બને, તેમ આ ભવમાં દઢ રીતે પ્રાપ્ત કરેલું આ ચિત્તધૈર્ય ભવાન્તરમાં વધુ મજબૂત બને છે. રાગાદિ દોષો તેને હચમચાવી શકતા નથી. પરભવમાં બાલ્યાવસ્થાથી જ રાગ-દ્વેષ અને મોહની પ્રતિપક્ષી ભાવનાઓનો જ ઉદય થાય છે. અને તે ઉગ્રથી પણ ઉગ્ર જ બનતો જાય છે. જે પરંપરાએ મોક્ષસુખનું સંસાધક બને છે.
વિધિનો પક્ષપાત, આત્મજાગૃતિ, બળવત્તર અધ્યાત્મપરિણતિ, ઉચ્ચકોટિન સંવેગપરિણામ, તત્ત્વસંવેદનજ્ઞાન, અને પરમ એવું ચિત્તધૈર્ય આ પરંપરાએ મોક્ષસુખનું સંસાધક બને છે. એટલે કે મોક્ષના માર્ગના વિજયરૂપ ગઢને જીતવા તુલ્ય છે. તે ૭૭ |
અવતરણ - ફેવ વિધ્યનારમાદ -
અહીં જ આ ચિત્તધૈર્ય અને આત્માના સંવેગપરિણામમાં અન્ય વિધિ (બીજી અધિક વિધિ પણ) જણાવે છે -
vi યોગશતક , રજકણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org