________________
‘‘તથા’’– અન્યથોòમવાધાયામ્ ‘‘અસમનસત્વ'' = सन्न्यायाय विरुद्धं भवति, अत्र हेतुः - तथा तथाऽस्थानविनियोगादिति, सत्त्वादिषु प्रमोदादिकरणे अस्थानविनियोगो मिथ्याभावनात्मकः प्रत्यवायायेति भावनीयम् । गुणाधिकज्ञानं च क्षयोपशमविशेषाद् रत्नादाविव मार्गानुसारिणाम् । વૃત્તિ માથાર્થઃ । । ૮૦ ॥
ગાથાર્થ - ભાવનાઓ ભાવનાની બાબતમાં આ જ ક્રમ ઉચિતપ્રવૃત્તિ સ્વરૂપ હોવાથી સમ્યગ્ કહેલો છે. અન્યથા = ઉલટ-સુલટ કરતાં તે તે પ્રકારે અસ્થાને વિનિયોગ થવાથી “અસમંજસતા જ” પ્રાપ્ત થાય છે. II ૮૦ ||
ટીકાનુવાદ – હમણાં જ અનન્તર પૂર્વની ૭૯ મી ગાથામાં કહેલો ચાર ભાવનાઓ ભાવવાની વિધિમાં દિન-પ્રતિદિન પ્રવૃત્તિના વિસ્તાર રૂપ આ જ ક્રમ ઉચિત પ્રવૃત્તિનું કારણ બનતો હોવાથી શ્રી તીર્થંકર અને ગણધર ભગવન્તો વડે શોભન કહેવાયો છે. ‘“સુંદર” છે એમ કહેવાયો છે.
આ ચારે ભાવનાઓ ભાવવાની વિધિમાં ઉપર જે ક્રમ બતાવ્યો છે તે ક્રમને અનુસારે જ ભાવનાઓ ભાવવી જોઈએ. તથા તે ક્રમ પ્રમાણે જ દિન પ્રતિદિન આ ભાવનાઓ ભાવવામાં પ્રવૃત્તિને વેગ મળે છે. જેમ જેમ આ ભાવનાઓની પરાકાષ્ટા વધતી જાય છે તેમ તેમ આ આત્મા વિભાવદશાના વિચારો ત્યજીને પોતાની આત્મસ્વભાવદશામાં આવવા રૂપ ઉચિત પ્રવૃત્તિવાળો બને છે. બાધકભાવ ત્યજે છે. સ્વભાવદશામાં આવે છે. તથા યોગદશાને ઉચિત એવી પ્રવૃત્તિનું કારણ બને છે. તેથી જ પરમ ઉપકારી શ્રી તીર્થંકર અને ગણધરભગવન્તોએ આ જ ક્રમને શ્રેષ્ઠ કહ્યો છે.
(૧) સામાન્યથી સર્વ જીવોને વિષે મૈત્રીભાવના જ ઉચિત છે. (૨) પ્રમોદભાવના ગુણાધિક જીવોને વિષે જ ઉચિત છે. (૩) કરુણા ભાવના કિલશ્યમાન જીવોને વિષે જ ઉચિત છે. (૪) માધ્યસ્થ ભાવના અવિનીત જીવોને વિષે જ ઉચિત છે.
આ ચારે ભાવનાઓ આ રીતે યથાસ્થાને જ ભાવવાની અંગીકાર કરવી જોઇએ, જો એમ કરવામાં ન આવે અને ઉપરોક્ત ક્રમને બાધીને (રોકીને) ઊલટસુલટ ભાવનાઓ ગોઠવવામાં આવે તો ‘અસમંજસતા” થઈ જાય, એટલે કે
યોગ
-- ૨૫૩
Jain Education International
For Private & Personal Use Only --
www.jainelibrary.org