________________
સ્વરૂપવાળી આ મૈત્રી ભાવના એવી ઉત્કટ ભાવવી કે જેના પ્રતાપે અનાદિથી ઘર કરીને રહેલા સ્વાર્થ - ક્રોધ અને દ્વેષવૃત્તિ જ દિલમાંથી ચાલી જાય અને આ આત્મા યોગદશા પ્રાપ્ત કરવા દ્વારા મુક્તિની આસન્ન બને. - તથા “પ્રમોટું અTધપુ'= આપણાથી જે જે ગુણાધિક પુરુષો છે તેમના પ્રત્યે પ્રમોદભાવ - અતિશય બહુમાનભર્યો આશયવિશેષ, પૂજ્યભાવ, સદા હૃદયમાં વસાવવો. અનાદિ મોહના જોરે પોતાને પોતાની જ મોટાઈ દેખાય છે. અને આ અહંકાર જ બીજાના ગુણો દેખવા દેતો નથી. તેથી જ ગુણાધિકની પ્રશંસા સાંભળતાં જ તેમના પ્રત્યે ક્રોધ ભભૂકી ઊઠે છે. પ્રભુ મહાવીર સ્વામિની દેવસભામાં ઈન્દ્ર કરેલી પ્રશંસા સાંભળી સંગમ જેમ ક્રોધિત – અહંભાવી બન્યો તેમ.
તેથી જ પ્રશંસા કરાતા ગુણાધિકના ગુણોને ઢાંકવા - છાવરવા માટે ઈર્ષાથી આ આત્મા તેમાં રહેલા અલ્પ દુર્ગુણોને જ જુએ છે અને તે દુર્ગુણોને રાઈ જેવડા હોય તો મેરૂ જેવડા કરીને દુનિયામાં ગાતો ફરે છે અને ચોતરફ ગુણાધિકની પોતે નિન્દા કરે છે અને લોકો નિન્દા કરે તેવો ભાવ ભજવે છે. આ તમામ દોષો આત્માની નિર્મળ પરિણતિને દૂષિત કરે છે. માટે તે તમામને “ક્રોધ - અહંભાવ - ઈર્ષા અને નિદાને- ચંડાળ ચોકડી સમજીને દૂરથી જ ત્યજવા જેવી છે. તે માટે તેની પ્રતિપક્ષી આ ભાવના ભાવવા જેવી છે. અંધારામાં અજવાળું મળે ક્યાંથી? જંગલમાં આહાર - પાણી મળે ક્યાંથી? સમુદ્રમાં પડેલાને આશ્રય મળે ક્યાંથી? તેમ મોહના સામ્રાજ્યથી ભરેલા આ સંસારમાં વિકસિત ગુણોવાળા જીવોનો સમાગમ મળે ક્યાંથી ? તેનો અલ્પગુણ પણ અમૃતસમાન છે. તેનું અવલંબન આ આત્માને તારનાર છે. ગુણીનું આલંબન જ ગુણ આપે, જો ધનવાનનું આલંબન ધન કમાવી આપે છે તો જ્ઞાનીનું આલંબન જ્ઞાન કેમ ન આપે ? અને ગુણી પુરુષનું આલંબન ગુણ કેમ ન આપે?.
સંસારમાં પણ બે ભાઈઓ વચ્ચે, દેરાણી-જેઠાણી વચ્ચે, નણંદ-ભોજાઈ વચ્ચે, પુત્રવધૂ-સાસુ વચ્ચે, ગુરુ-શિષ્ય વચ્ચે ગુણાધિક તરફ જે બહુમાનનો ભાવ નથી તે જ ક્લેશ-કષાય અને ઝઘડાનું મૂળ છે. તે માટે આવા ભયંકર દુર્ગુણોને મૂળથી જ દૂર કરવા માટે ગુણાધિકને જોઈને અતિશય પ્રસન્ન થવું, પ્રશંસા કરવી, નમસ્કાર કરવો, સેવા કરવી, અહો, ભગવંત, પૂજ્ય, ઈત્યાદિ બહુમાનવાચક શબ્દો અને બહુમાનભર્યા હૈયેથી સત્કાર – સન્માન કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org