________________
ગાથાર્થ :-સર્વ જીવોને વિષે મૈત્રી,ગુણાધિકને વિષે પ્રમોદ, તથા ક્લિશ્યમાન અને અવિનીત જીવોને વિષે અનુક્રમે કરુણા અને માધ્યસ્થ ભાવનાઓ ભાવવી.
!! ૭૯ | ટીકાનુવાદ -ઈષ્ટવસ્તુની સિદ્ધિના બે માર્ગો છે. (૧) હેયભાવોને (બાધક ભાવોને) તજવા અને (૨) ઉપાદેય ભાવોને આદરવા.
ગાથા ૬૦ થી ૭૭ સુધીમાં ગ્રંથકારશ્રીએ હેય એવા રાગ - દ્વેષ અને મહિને ત્યજવા માટેનો પહેલો માર્ગ બતાવ્યો. મદિરા-માંસ-અભક્ષ્ય-અનંતકાય રાત્રિભોજન આદિ હેય ભાવોનો ત્યાગ એ પણ વિરાધનાના ત્યાગ રૂપ-હેયના નિષેધાત્મક ભાવે ગુણો છે. તેવી રીતે રાગ - દ્વેષ - મેહનો ત્યાગ એ પણ હેયના નિષેધાત્મક રૂપે ગુણો એ મુક્તિપ્રાપ્તિનો પ્રથમ ઉપાય છે.
હવે ગ્રંથકારશ્રી વિધેયાત્મક બીજો માર્ગ બતાવે છે. જેમ સામાયિક-પ્રતિક્રમણપૂજા - તીર્થયાત્રા – પચ્ચકખાણ - સાધુસંતોની વૈયાવચ્ચ ઈત્યાદિ ઉપાદેય ભાવોની ઉપાસના એ વિધેયાત્મક ભાવે ગુણો છે તે જ રીતે મૈત્રી – પ્રમોદ - કરુણા અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓ ભાવવી એ પણ વિધેયાત્મક ભાવે ગુણો છે. આ મુક્તિપ્રાપ્તિનો બીજો ઉપાય છે.
આ જીવ અનાદિકાળથી મોહને વશ “સ્વાર્થથી ભરપૂર છે. સ્વાર્થ જેનાથી સધાય તેની સાથે જ મૈત્રી, અને તે પણ ખપ પૂરતી જ. સ્વાર્થમાં જે જે જીવો વિક્ષેપક બને તે તમામ ઉપર દ્વેષ - ક્રોધ - ઈત્યાદિ, રાગાદિ ત્રણ દોષો જેમ દુષ્ટ છે તેમ સ્વાર્થ -દ્વેષ અને ક્રોધ પણ તેના જ સહવર્તીઓ છે કે જે આત્માની નિર્મળ પરિણતિને બગાડે છે. માટે જ આચાર્યશ્રી જણાવે છે કે પ્રત્યુપકારની (સામેથી બદલો લેવાની અલ્પ પણ) અપેક્ષા રાખ્યા વિના સર્વે જીવો સુખી થાઓ તેવા સ્વરૂપવાળી સર્વ જીવોને વિષે પ્રથમ “મૈત્રી” ભાવના મનમાં યથાર્થરૂપે વિચારવી.
આ જીવ બીજા જીવ ઉપર ઘણી વાર મૈત્રી કરે છે. પરંતુ સતત બદલાની વૃત્તિ હોય જ છે. પરસ્પર સંબંધ સારા હશે તો મારાં કામો થશે આ ભાવના સદાકાળ હોય જ છે. અને તેથી જ સામેના જીવે સમયે આપણું કામ ન કર્યું હોય તો વર્ષોથી આપણે કરેલું એનું કામકાજ ગાઈને સંભળાવીને ક્રોધ અને દ્વેષની આગમાં આ જીવ ચાલ્યો જાય છે. તેથી જ જણાવે છે કે અલ્પ પણ પ્રતિઉપકારની અપેક્ષા વિના માત્ર હૃદયની ભાવનાથી “સર્વે જીવો સુખી થાઓ” શિવમસ્તુ સર્વજ્ઞાતિ ઈત્યાદિ
1 મીક્ષા ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org