________________
વધુ સ્પષ્ટ કરવા પુનરુક્તિ ન ગણતાં વારંવાર સમજાવવા પ્રયત્ન કર્યો છે.
આ પ્રમાણે દ્રવ્યથી અનુવૃત્તિ સ્વભાવવાળું, અને પર્યાયથી વ્યાવૃત્તિ સ્વભાવ વાળું દ્રવ્ય છે. તેથી જ દ્રવ્ય ઉત્પાદ - વ્યય અને ધ્રુવ એમ ત્રણ ધર્માત્મક છે એમ સિદ્ધ થયું. ગ્રંથકારશ્રીએ જ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં કહ્યું છે કે –
ઘટ - મુગુટ અને સુવર્ણના અર્થી એવા આ બે પુત્રો અને પિતારૂપ ત્રણ) મનુષ્યો નાશ - ઉત્પાદ અને સ્થિતિ દેખતે છતે શોક પ્રમોદ અને માધ્યસ્થતા જે પામે છે તે અવશ્ય સહેતુક જ છે. ૪૭૮ ||
“દૂધ જ પીવું” આવા નિયમવાળો આત્મા દહીં જમતો નથી, અને દહીં જ જમવું” એવા નિયમવાળો દૂધ પીતો નથી, અને “અગોરસ જ ભોજન કરવું” એવા વ્રતવાળો ઉભય જમતો નથી. તેથી તત્ત્વ (પદાર્થ) ત્રણ ધર્માત્મક છે. | ૪૭૯ ||
આ જ સારને સમજાવતાં પૂજય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ દ્રવ્ય ગુણ પર્યાયના રાસમાં કહ્યું છે કે –
घट मुकुट सुवर्णह अर्थिआ, व्यय उत्पत्ति थिति पेखंत रे । निजरूपइं होवई हेमथी, दुःख हर्ष उपेक्षावंत रे ॥ १३६ ॥ दुग्धव्रत दधि भुंजई नहीं, नवि दूध दधिव्रत खाई रे । नवि दोइं अगोरसवत जिमइं, तिणि तियलक्षण जग थाई रे ॥ १४२ ॥ . ઢાળ નવમી ગાથા - ૩/૯
૭૩
અવતરણ - મારૂતિ દર વ્યરિયાપુરાદ - ગાથા ૬૦ મીમાં “IિSSUTH ” કહ્યું હતું. તેનો ભાવાર્થ એ છે કે વીતરાગ પરમાત્માની આજ્ઞાને અનુસાર એકાન્તમાં સમ્ય ઉપયોગ પૂર્વક આ રાગાદિના વિષયોનો વિચાર કરવો તેમાં “આજ્ઞાપૂર્વક” એવી જે વિધિ જણાવી તેનું વ્યાખ્યાન કરતાં જણાવે છે કે -
आणाए' चिंतणम्मी, तत्तावगमो णिओगओ' होति । भावगुणागरबहुमाणओ, य कम्मक्खओ परमो ॥ ७४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org