________________
વિધિ કહી છે. ત્યાં ૬૧ મી ગાથામાં જણાવેલી ૪ પ્રકારની વિધિનું વર્ણન ગાથા ૬૨ થી ૬૬ માં સવિસ્તર સમજાવ્યું છે. અને ૬૦મી ગાથામાં કહેલી ત્રણ પ્રકારની વિધિ પૈકી તીર્થંકરભગવત્તની આજ્ઞા પ્રત્યેના બહુમાન અને આજ્ઞાપાલન પૂર્વક આ તત્ત્વચિંતન કરવું એમ પ્રથમ એકવિધિ સમજાવી હવે “પરિ” પદમાં કહેલી બીજી વિધિ આ ગાળામાં સમજાવે છે.
જે આત્માઓને હજુ યોગદશાનો ઝાઝો અભ્યાસ નથી, પ્રારંભ છે. એવા અનન્યસ્ત યોગવાળા અર્થાતુ આદિયોગવાળા આત્માઓને “એકાન્તમાં” તત્ત્વચિંતન કરવાથી “વ્યાઘાત”= વિક્ષેપ ન થાય. પ્રસ્તુત યોગની અંદર ઘણું કરીને એકાન્તમાં વિક્ષેપના નિમિત્તનો અભાવ છે. જ્યાં મનુષ્યોનું વારંવાર ગમનાગમન હોય, અનેક સ્ત્રી પુરુષો આવતાં જતાં હોય, ત્યાં વારંવાર દૃષ્ટિ પડવાથી તેઓના હાવ - ભાવ અને વેષભૂષાદિ તરફ મન વિચારે ચડતાં પ્રસ્તુત જે યોગદશા છે તેમાં વિક્ષેપ ઉપસ્થિત થાય. તેવા વિક્ષેપોનાં નિમિત્તો એકાન્તમાં બને નહીં. તેથી આ તત્ત્વચિંતન “એકાન્તમાં” કરવું. જો કે એકાત્તાવસ્થા જોખમી છે. ઈન્દ્રિયોના વિકારો, વાસનાઓ, અને ભોગના વિચારો પણ વધારે પ્રમાણમાં એકાન્તમાં જ ઉછળે છે. પરંતુ ભોગીને એકાત્તાવસ્થા ભોગના વિચારોનું નિમિત્ત બને છે. અને યોગીને એકાન્તાવસ્થા યોગના વિચારોનું નિમિત્ત બને છે. માટે આ ચિંતન એકાન્તમાં કરવાનું કહ્યું છે.
તથા વળી “એકાન્તાવસ્થા” યોગવશિતાનું પણ કારણ બને છે. યોગવશિતા એટલે યોગદશાના અભ્યાસનું સામર્થ્યવિશેષ, આત્માનું યોગને પરવશથવાપણુંતે યોગવશિતા કહેવાય છે. તીર્થકર ભગવન્તોની આજ્ઞાનું પાલન, એકાત્તાવસ્થા, અને સમ્યગુ ઉપયોગયુક્ત ઈત્યાદિ વિધિપૂર્વક ચિંતન મનનમાં પ્રવૃત્તિ હોવાથી
અસઆગ્રહ” એટલે કે કદાગ્રહ = અભિનિવેશ- મિથ્યાવિકલ્પો વિગેરેનો અભાવ થવાથી દિન-પ્રતિદિન યોગદશાના અભ્યાસનું સામર્થ્ય વૃદ્ધિ પામે છે અને પ્રશંસનીય બને છે. ઉત્તરોત્તર આત્મકલ્યાણનું જ કારણ બને છે. તે ૭૫ //
અવતરણ - ૪રમમુપયોગ વ્યાત્રિકુIE - સાત પ્રકારની વિધિમાં ૬૦મી ગાથામાં બતાવેલી ત્રિવિધ વિધિમાંથી અન્તિમ ત્રીજી વિધિરૂપ એવું ઉપયોગ દ્વાર સમજાવતાં કહે છે -
I યોગશતક « ૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org