________________
પણ નથી. બન્ને એકાન્તવાદમાં અનુભવનો વિરોધ જ દેખાય છે. જો બાળક યુવક-અને વૃદ્ધ અવસ્થામાં પુરુષ એકાન્તે નિત્ય જ હોય તો બાલ્યાવસ્થામાં રમતગમતની પ્રિયતા, યુવાવસ્થામાં વાસનાની પ્રિયતા, અને વૃદ્ધાવસ્થામાં માન પ્રતિષ્ઠાની પ્રિયતા જે અનુભવાય છે તે અનુભવભેદ એકાન્તનિત્યમાં ઘટે નહીં તેવી જ રીતે જો પુરુષ એકાન્તે અનિત્ય હોય તો બાલ્યાવસ્થામાં કરેલા અનુભવોનું યુવાવસ્થામાં સ્મરણ જે થાય છે તે ઘટે નહીં. માટે એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય દ્રવ્યો નથી. કૃતિ હૃત્યમ્ = એમ સમજવું.
एतदुक्तं भवति यदैव विवक्षितभावभवनस्वभावोऽभावः तदैव स्वभावभावाद् जहाति सर्वथा भावत्वम्, यदापि च स्वनिवृत्तिस्वभावस्तदाप्येवं विधस्वभावभावात् स्वनिवृत्तिमिति सूक्ष्मधियाऽऽलोचनीयम् । एवंचानुवृत्ति - व्यावृत्तिस्वभावं वस्तूत्पादाद्यात्मकमिति सिद्धम् । उक्तं च
ઘટ-મૌતિ-સુવŕી, નાશોાવ-સ્થિતિષ્વયમ્ । શો-પ્રમોદ્ માધ્યસ્થ્ય, ગનો યાતિ મહેતુમ્ ॥ ૪૭૮ ॥ पयोव्रतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः । अगोरसव्रतो नोभे, तस्मात् तत्त्वं त्रयात्मकम् ॥ ४७९ ॥ ( શાસ્ત્રવાર્તાસમુર્વ્યય - સ્ત. ૧) ૫ કૃતિ થાર્થ: ॥ ૭રૂ ॥ ઉપર સમજાવેલી વાતનો સારાંશ આ પ્રમાણે છે. જ્યારે મૃત્ની પિંડાવસ્થા છે ત્યારે ત્યાં જે અભાવ વર્તે છે તે અભાવ વિવક્ષિત એવા ઘટભાવે ભવન થવાના સ્વભાવવાળો જ અભાવ વર્તે છે. (પરંતુ સર્વ ઘટ-પટ-મઠ-શશશ્રૃંગાદિ ભાવે ભવન થવાના સ્વભાવવાળો અભાવ વર્તતો નથી) તેથી તે કાલે પણ ઘટમાત્ર થવાનો તથાસ્વભાવ હોવાથી ઘટ જ બને છે. પરંતુ ઘટ – પટ - મઠ શશશ્રૃંગાદિ સર્વ પર્યાયો બનતા નથી, સર્વ પર્યાયો બનવાના સર્વથા ભાવત્વનો ત્યાગ કરે છે. એટલે કે સર્વ પર્યાયો બનતા નથી. તથા જ્યારે ઘટ ફૂટે છે ત્યારે પણ સ્વનિવૃત્તિ = ઘટપર્યાય રૂપ સ્વની જ માત્ર નિવૃત્તિ થવાનો સ્વભાવ છે. તેથી તે કાલે પણ આવો (ઘટમાત્ર પર્યાયની નિવૃત્તિ) રૂપ સ્વભાવ હોવાથી સ્વની જ (માત્ર ઘટપર્યાયની જ) નિવૃત્તિને પામે છે. પરંતુ ઘટ - મૃદ્ એમ ઉભયભાવની નિવૃત્તિ થતી નથી. આ વિષય સૂક્ષ્મ હોવાથી સૂક્ષ્મબુદ્ધિપૂર્વક વિચારવા જેવું છે અને તે કારણથી જ અમે આ વિષયને
Don - ૨૩
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org