________________
" आज्ञया" परमगुरुवचनरूपया हेतुभूतया चिन्तने अधिकृतस्य बस्तुनः, "तत्त्वावगमः "= तत्त्वपरिच्छेदः, "नियोगतो भवति' = अवश्यं भवतीति रागादि विषं प्रति परममन्त्रकल्पत्वादाज्ञायाः । अत एवाहुरपरे - " अमन्त्रापमार्जनकल्या फलं प्रत्यनागमा क्रिया इति" ।
तथा भावगुणाकरबहुमानाच्च तीर्थंकरबहुमानाच्चाज्ञासारया प्रवृत्त्या कर्मक्षयः परमः, स्थानबहुमानेन तुल्यक्रियायामेवाज्ञाराधन- विराधनाभ्यां ર્મક્ષયાતિવિશેષાત્ । કૃતિ ગાથાર્થઃ । || ૭૪ ||
-
ગાથાર્થ ઃ- વીતરાગ પરમાત્માની આજ્ઞાના અનુસારે તત્ત્વોનું ચિંતન કરવાથી નિયમા તત્ત્વોનો બોધ (તત્ત્વજ્ઞાન) પ્રગટ થાય છે. કારણ કે ભાવ ગુણોના મહાસાગર એવા પરમાત્મા પ્રત્યેના બહુમાનથી જ કર્મોનો ૫૨મ એવો ક્ષય થાય છે. [૭૪] ટીકાનુવાદ :- રાગ – દ્વેષ અને મોહ આ દોષો અનાદિ કાળથી આ જીવને સતાવે છે. તેને દૂર કરવા માટે ભાવનાશ્રુતપાઠ, તીર્થશ્રવણ, અને આત્મસંપ્રેક્ષણ આ ત્રણ ઉપાયો ૫૨ મી ગાથામાં બતાવ્યા - તે ઉપાયો અપનાવવાથી અવશ્ય રાગાદિ દોષો દૂર થાય છે. મંદ બને છે. તેનું જોર ઓછું થાય છે. પરંતુ પરમ તારક વીતરાગ પરમાત્મા રૂપ ગુરુદેવનાં વચનોને માન્ય કરવા સ્વરૂપ આજ્ઞાપૂર્વક અધિકૃત વસ્તુનું તત્ત્વચિંતન કરવામાં આવે તો જ તત્ત્વોનો નિયમા પરિચ્છેદ થાય છે. અવશ્ય તત્ત્વજ્ઞાન પ્રગટ થાય છે. કારણ કે પરમાત્માની આજ્ઞા એ રાગાદિના વિષ પ્રત્યે પરમ મન્નતુલ્ય છે.
શાસ્ત્રોનો અભ્યાસ કરવા પૂરતો કરીને શેયભાવે પદાર્થ માત્ર જાણીને વાગ્ભટ્ઠતાના બળે આ જીવ સુંદર વર્ણન કરી શકે તેવો વિદ્વાન બની શકે છે, પરંતુ તે ભાવ પોતાના આત્માને સ્પર્શો ન હોય, અને તેના જ કારણે વીતરાગ પરમાત્મા હૈયે વસ્યા ન હોય તથા તેમના પ્રત્યે તથા તેમનાં વચનો પ્રત્યે હાર્દિક બહુમાનપક્ષપાત આવ્યો ન હોય તો વિદ્વત્તાભર્યા જ્ઞાનમાત્રથી આત્મકલ્યાણ સંભવતું નથી. તેની સાથે વીતરાગ પ્રભુ પ્રત્યેનું બહુમાન, તેમનો પક્ષપાત, તેમની આજ્ઞાને અનુસરવાપણું ઈત્યાદિ અત્યંત આવશ્યક છે. આજ્ઞાયોગ વિના અભવ્ય અને મિથ્યાર્દષ્ટિ ભવ્ય જીવો પણ નવપૂર્વાદિનું જ્ઞાન મેળવવા છતાં, ત્રૈવેયક સુધી જવા છતાં, ભોગોની પ્રીતિ ઓછી ન થવાના કારણે આત્મકલ્યાણ સાધી શકતા નથી માટે ભોગો પ્રત્યેનો ભાવ તો નષ્ટ થવો જ જોઈએ.
વાગત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org