________________
બન્ને સન્ ભાવો અસત્ બને જ છે. કારણ કે અમારો જે સિદ્ધાન્ત છે “જે જે સત્ હોય તે તે અસત્ બને જ'' આ બરાબર જ છે. તેથી ઘટમાં ઘટ અને મૃદુ એમ બન્ને સત્ હતાં, જે સત્ હોય તે અસત્ બને જ, માટે ઘટ છૂટે ત્યારે ઘટ અને મૃદ્ એમ બને અસત થાય જ. છતાં લોકમાં ઘટફટે ત્યારે જે ઠીકરાં રૂપે મૃદુ દષ્ટિગોચર થાય છે તેથી તે નવી ઉત્પન્ન થયેલી મૃદું છે. તેને “ચ” કહેવાય છે. ઘટ ગયો તેની સાથે ઘટીય મૃદુ પણ અસત્ બની જ. ભૂમિ ઉપર ઠીકરાંપણે જે મૃદ્દ દેખાય છે તે તદ્દન નવી અન્ય જ મૃદુ ઉત્પન્ન થાય છે. એમ અમે અન્ય મૃદાદિની કલ્પના કરીશું. અહીં આદિ શબ્દથી પટ ફાટે ત્યારે પટના નાશની સાથે તમ્બુદ્રવ્યનો પણ નાશ થાય જ છે અને “અન્યતન્ત” ઉત્પન્ન થાય છે ઈત્યાદિ બીજાં દૃષ્ટાન્તો સમજાવવા માટે આદિ શબ્દ છે.
ટીકાકારશ્રી ઉપરોક્ત તેઓનાબચાવનું ખંડન કરતાં જણાવે છે કે “અનુપયોગની વેદતચમૃતવિપરિકલ્પના =” અહીં બચાવમાં તે મૃથ્રી અન્ય મૃદાદિ”ની કલ્પના કરવી તે બીનઉપયોગી છે- બીનજરૂરી છે, કારણ કે તમારા મતે “સ” વસ્તુ
અસ” થવાના સ્વભાવવાળી છે એવા સ્વભાવહેતુના કારણે તે કલ્પના પણ ઉપરોક્ત અતિવ્યાપ્તિ દોષથી રહિત નથી. એટલે કે સત્નો અસત્ થવાનો સ્વભાવ તમે માન્યો છે. ઘટ ફૂટે ત્યારે ઘટ અને મૃદુ એમ બન્ને સત્ હતા તેથી તે બન્ને તો અસત્ થવા જોઈએ, પરંતુ તેના સ્થાને જે અન્ય મૃદ્દ ઉત્પન્ન થાય છે એવી જે કલ્પના તમે કરી ત્યાં તે અન્ય મૃદું પણ ઉત્પન્ન થઈ એટલી સત્ થઈ, અને સતુ થઈ એટલે અસતુ બનવી જ જોઈએ એટલે તે અન્યમુદ્ પણ અસત્ જ થશે, તેને સ્થાને બીજી અન્ય મૃદુ માનશો તો તે પણ સત્ થઈ એટલે અસત્ થવી જ જોઈએ. આ પ્રમાણે ઘટીયમૃદુ અસત થતાં ઈતર અન્ય મૃદુમાં અસત્ થવાની ઉક્ત અતિવ્યાતિ આવશે જ. કારણ કે “સ”નો “અસમવનસ્વભાવ” હોવાના કારણે ભૂતલ સર્વથા માટી વિનાનું કોરું જ થવું જોઈએ.
તથા હવે તમે કદાચ એવો બચાવ કરો કે ઘટ અને ઘટીયમૃદ્ સત્ હોવાથી ઘટ છૂટે ત્યારે બન્ને અસત્ થાય. પરંતુ જે અન્યમુદ્ ઉત્પન્ન થઈ તે અસભવનસ્વભાવવાળી ન હોય અને તે ભૂમિ ઉપર વર્તે તેથી ઠીકરાં દેખાય છે. તો તમારી તે કલ્પના પણ વ્યાજબી નથી. કારણ કે આ અસભવનસ્વભાવ અવધ્ય છે - અપરાવર્તનીય છે. બદલી શકાતો નથી તેથી અન્ય મૃમાં પણ આ
Aણ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org