________________
માહને વિજય કરવારૂપ “સમાધિ” પ્રાપ્ત કરવાનું બીજ બને છે. આવી વિશિષ્ટ મનની નિષ્પકંપ અવસ્થાથી મોહનો વિજય કરવા દ્વારા સર્વથા મોહનો ક્ષય કરવા સ્વરૂપ પરમ સમાધિ આ જીવ પ્રાપ્ત કરે છે.
(૩) ઉભય લોકમાં હિતની સિદ્ધિ
અસતુ પ્રવૃત્તિઓ ત્યજી, મન મેરુ જેવું નિષ્પકંપ બન્યું, એટલે સંસારના ભોગોમાં ચિત્ત જાય જ નહીં. સ્ત્રી અશુચિનો ભંડાર લાગે, ધન ક્લેશોનું કારણ દેખાય, પરિવાર બંધન લાગે, શરીર રોગોનું ઘર લાગે, માન – પ્રતિષ્ઠા નાશવંત લાગે, તેથી તે મેળવવા માટેની ઉત્સુક્તા” - અધીરાઈ - ચંચળતા મનમાંથી સર્વથા ભાગી જ જાય. તેથી અશાન્તિ દૂર થવાથી આ લોકમાં સુખ - શાન્તિ પ્રસરે, જે જે પરિસ્થિતિ હોય તેમાં સદા પ્રસન્ન જ હોય. અરતિ અને ઉદ્વેગ ટળી જવાથી આ લોક કાયમ માટે સુખમય બની જાય.
આ ભવમાં કષાયો અને ઉત્સુક્તાની નિવૃત્તિ થવાથી અશુભસંસ્કારો નાશ પામે એટલે અકુશળ (અશુભ) કર્મબંધોની તો વાત જ કેવી ? તે પાપોનો અનુબંધ તૂટતાં સતત શુભ સંસ્કારોનું જ સિંચન થતાં કેવળ કુશળ (પુણ્ય) કર્મોનો જ અનુબંધ થાય. અને તે કુશળકર્મોનો અનુભવ ભવાન્તરે ઉદયમાં આવવાથી ભવાન્સર પણ સંસારસુખની દૃષ્ટિએ સુખમય બની જાય. અને આત્મહિતની જ દૃષ્ટિ મુખ્ય હોવાથી તે સુખમાં પણ અનાસક્તિભાવ જવૃદ્ધિ પામવાથી પરલોકપણ હિતની જ સિદ્ધિવાળો બને. આ પ્રમાણે અસત પ્રવૃત્તિઓની નિવૃત્તિ અને ચિત્તની સ્થિરતા થવારૂપ આ બે કારણોથી જ ઉત્સુક્તાની નિવૃત્તિ થવાથી આ લોકમાં, અને કુશલાનુબન્ધ થવાથી પરલોકમાં, એમ ઉભયલોકમાં આત્મહિતની જ સિદ્ધિ થાય છે.
શાસ્ત્રજ્ઞ પુરુષ આ પ્રમાણે હાર્દ સમજાવે છે. / ૬૬ ||
વ્યા “ગુ-વ-પ્રમં સ્વી' રૂતિ દારાથા (), સાત “જ્ઞાત્વિા (તતઃ) તદ્વિષયતિ''ત્યાદ્રિ માથા (૬૦) વ્યાયિત | માદएवमुत्क्रमदोषः, न, अर्थव्यापारेणोत्क्रमत्वासिद्धेः । आह- सौत्रौऽन्यथा किमर्थम् ? अनन्तरसूत्रेण तथायोगात्, तथाहि-रागादिस्वरूपमभिधाय एतद् ज्ञात्वा तद्विषयतत्त्वादिचिन्तयेदित्येतदेवाभिधातुं युज्यते, कथमिति विधिस्तु पश्चात् तन्नान्तरीयकत्वात्, व्याख्यातः पुनरादौ विधिपुरस्सरत्वात्, તવિષયવાિિાનાતિe
| I યોગશતક ૨૧n.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org