________________
વિ શબ્દ કાળનું અવધારણ સૂચવે છે. કારણ કે તેમ માનવામાં અતિવ્યાપ્તિ દોષ આવે છે એ હેતુ છે. તે અતિવ્યાપ્તિદોષ આ પ્રમાણે -
ધારો કે માટીમાં ઘટ અસ હતો અને ભાવાત્મક બન્યો એમ માનીએ તો આ પ્રમાણે કારણમાં અસત્ એવું જ કાર્ય જો સત્ બનતું હોય તો તે માટીમાંથી જેમ અસત્ એવો ઘટ ઉત્પન્ન થાય છે તેમ તે માટીમાં પટ - મઠ પણ અસત્ છે જ, તેથી ઘટ - પટ - મઠ ઈત્યાદિ સર્વ કાર્યોનું અસત્પણું અવિશેષ હોવાથી (એકસરખું હોવાથી) ઘટકાર્ય ઉત્પન્ન કરવાની શક્તિનો જેમ ત્યાં અભાવ છે તેમ પટ - મઠાદિ ઈતર કાર્યો ઉત્પન્ન કરવાની શક્તિનો પણ તે માટીમાં અભાવ જ છે તેથી ઘટ-પટ-મઠાદિ સકલ કાર્યો ઉત્પન્ન કરવાની શક્તિનો અભાવ (સરખો) હોવાથી વિવક્ષિત એવું ઘટકાર્ય જેમ સત્ બને છે તેમ અવિવક્ષિત એવું પટ - મઠાદિ ઈતરકાર્ય પણ તે જ માટીમાંથી સત્ત્વભાવને પામવું જોઈએ. માટીમાં જેવું ઘટનું અસત્ત્વ છે તેવું જ પટ-મઠાદિનું અસત્ત્વપણું પણ સરખું જ છે. તેથી હેતુમાં કોઈપણ જાતની વિશેષતા ન હોવાથી તે માટીમાંથી એકસાથે વિવક્ષિત અને અવિવક્ષિત એવા ઘટ અને પટાદિ (પટ - મઠાદિ ઇતર કાર્યો રૂ૫) ભાવોની ઉત્પત્તિ થવાની આપત્તિ આવશે.
તેવી જ રીતે “તત્ત્વમાં પટ સર્વથા અસતુ જ હોય અને જો સત બનતો હોય” તો તખ્તમાં પટની જેમ ઘટ – મઠાદિ પણ અસત્ જ છે. તેથી અસપણું પટ - ઘટમઠાદિનું સરખું જ હોવાથી હેતુમાં કોઈ વિશેષતા ન હોવાથી તેનુમાંથી જેમ વિવક્ષિત પટ અસત્ હોવા છતાં બને છે. તેમ અવિવક્ષિત એવાં ઘટ - મઠાદિ પણ અસત્ હોવાથી બનવા જ જોઈએ. આખી વાતનો સારાંશ એ છે કે જો અસત્ જ સત્ બનતું હોય તો કારણમાં જેમ વિવક્ષિત કાર્ય અસત્ છે છતાં થાય છે, તેમ ઈતર અવિવલિત કાર્યનું અસત્પણું પણ સરખું જ છે. એમ સકલ કાર્યોની શક્તિનો અભાવ કારણમાં સરખો હોવાથી વિવણિતની જેમ અવિવક્ષિત કાર્ય પણ થવું જોઈએ. પરંતુ માટીમાંથી જેમ ઘટ થાય છે તેમ પટાદિ થતા નથી. તથા તખ્તમાંથી જેમ પટ થાય છે તેમ ઘટાદિ થતા વ્યવહારમાં ક્યાંય દેખાતા નથી. તેથી માટીમાં ઘટ અને તખ્તમાં પટ પર્યાયથી અસત્ હોવા છતાં પણ દ્રવ્યથી સત્ માનવા જ જોઈએ. અને કથંચિત્ સત્ હોય તો જ ઉત્પન્ન થાય, સર્વથા અસત્ હોય તો ઉત્પન્ન ન જ થાય. ઈત્યાદિ વિચારવું.
આ મોત 4 રક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org