________________
ગાથાર્થ - જે જે અસત્ છે. તે અસત્ જ સત્ બને છે.” એવું કદાપિ ઘટી શકતું નથી. તેમ માનવાથી અતિવ્યાપ્તિ દોષ આવે છે. તથા જે જે સત્ છે તે સત્ જ અસત્ બને છે એમ પણ કદાપિ સંભવતું નથી. એમ માનવાથી પણ અતિવ્યાપ્તિ આવે છે. આ બન્ને અનુમાનોમાં “તથાસ્વભાવત્વનો અભાવ” હોવાથી અતિવ્યાપ્તિ દોષ ચોક્કસ આવે જ છે. || ૭૨ //
ટીકાનુવાદ :- આ ગાથા કઠીન અને સૂક્ષ્મ અર્થવાળી હોવાથી ટીકાના અનુવાદને પાછળ રાખીને ભૂમિકારૂપે જૈનદર્શનને માન્ય અર્થ વિચારીએ
વીતરાગ સર્વજ્ઞ ભગવંતો જણાવે છે કે જે જે કારણમાંથી જે જે કાર્ય નીપજે છે તે તે કારણમાં તે તે કાર્ય પર્યાયથી અસતુ અને દ્રવ્યથી સત્ હતું જ અને તો જ નીપજે છે. કારણમાં કાર્ય “સત્ - અસત” ઉભયાત્મક છે. તો જ નીપજે છે. અન્યથા માનવામાં અતિવ્યાપ્તિ દોષ જ આવે છે. જેમકે “માટીમાંથી ઘટ નીપજે છે” અને “તન્તુમાંથી પટ નીપજે છે” આ દૃષ્ટાન્તોમાં માટી અને તખ્તમાં ઘટ અને પટ પર્યાયરૂપે અસત્ (અવિદ્યમાન) છે એટલે નીપજે છે. અને દ્રવ્યરૂપે “સ” (વિદ્યમાન) છે માટે જ નીપજે છે. વસ્તુ સ્વરૂપ આ પ્રમાણે છે. તેને બદલે મિથ્યાત્વમોહના ઉદયથી અજ્ઞાનદોષને લીધે કેટલાક દર્શનકારો (બૌદ્ધ આદિ અસત્કાર્યવાદીઓ) આ પ્રમાણે માને છે
માટી અને તનુ (કારણ)માં અસતુ - અવિદ્યમાન એવો ઘટ-પટ ઉત્પન્ન થાય છે” તેઓ એવી યુક્તિ આપે છે કે જો માટી - તત્ત્વમાં ઘટ પટ સત્ જ હોય તો માટી-તન્તકાલે પણ ઘટ-પટનું કાર્ય જલાધાર અને શરીરાચ્છાદન થવું જોઈએ પરંતુ થતું નથી. માટે ઘટ - પટ સત્ નથી, બીજી યુક્તિ તેઓની એવી છે કે જો માટી – તખ્તમાં ઘટ – પટ સત્ હોય તો સને ઉત્પન્ન શું કરવાનું હોય ? સત્ સત્ હોવાથી જ વિદ્યમાન છે. તેથી ઘટ - પટ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા રૂપ પુરુષાર્થ વ્યર્થ થશે. માટે આ બે યુક્તિઓથી તેઓ સમજાવે છે કે માટી અને તખ્તમાં અસત્ એવા જ ઘટ - પટ ઉત્પન્ન થાય છે. એકાન્તવાદી બૌદ્ધાદિ અસત્કાર્યવાદીની ઉપરોક્ત યુક્તિનું ખંડન કરતાં હવે ટીકાકારશ્રી ટીકામાં જણાવે છે કે –
સર્વથા સમાવ: તાવ માવ: ૧ યુથ તે =” સર્વથા (એકાન્ત) જે પદાર્થ અભાવાત્મક જ હોય છે તે કોઈ દિવસ ભાવાત્મક બની શકતો નથી.
માણસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org