________________
થતાં જ આ ભવમાં ને આ ભવમાં જ દશકો બદલાઈ જાય છે. પુત્રો પુત્ર પાકતાં, બજારોની મોટી ઉથલ-પાથલ થતાં, ગરાગોમાં દબાઈ જતાં, ધન ચાલ્યું જાય છે. લક્ષ્મી કદાપિ કોઈની સ્થિર બનતી નથી, ગમે ત્યારે પાપોદયથી નાતરું કરનારી નારીની જેમ ઘર છોડીને ચાલી જાય છે. એટલે આ ધનનું ચંચળ પરિણામ છે. આ અર્થ (ધન) પગે ચોંટેલી રજ તુલ્ય છે. જેમ પગે ચોટેલી રજ કાળાન્તરે ઊખડી જ જાય છે, સદા કદાપિ રહેતી નથી તેમ અર્થ પણ કદાપિ ધ્રુવ રહેતું નથી – ચંચળ - ક્ષણિક નાશવંત પરિણામવાળું જ છે.
તથા કાષ્ટ્રમાં ઉત્પન્ન થયેલો કીડો કાષ્ટને કોતરતાં જેમ પોતાને ઉત્પન્ન કરનાર સમગ્ર કાષ્ટનો જ નાશ કરે છે. તેમ આ ધન ઘણા ઘણા પ્રયત્નોથી ઉત્પન્ન કરનારા તેના સ્વામીનો જ આર્ત-રૌદ્ર ધ્યાનાદિથી દુર્ગતિમાં લઈ જવા રૂપે નાશ કરનાર છે. ધન ઉપાર્જન કરતાં કરેલા તીવ્ર કષાયો, અતિશય ધનની લાલસા ચીકણાં કર્મો બંધાવી આ જીવને મુગતિ રૂપ વિપાક આપનારું આધન છે. આવી આત્મસંપ્રેક્ષણા કરવાથી ધન ઉપરનો રાગ ઓછો થાય છે.
અપેક્ષાવિશેષે કામરાગ કરતાં પણ અર્થરાગ ભયંકર છે. કારણ કે શરીરમાં ઉત્પન્ન થયેલી કામવાસના ભોગો ભોગવી લેતાં ક્ષણવાર પણ તૃપ્ત થાય છે. પછી કાળાન્તરે પુનઃ થાય છે. પરંતુ વચ્ચેનો કાળ તેનો અભાવ અનુભવાય છે. જ્યારે અર્થરાગ અર્થ પ્રાપ્ત થવા છતાં તૃપ્ત થતો નથી બલ્ક વૃધ્ધિ પામે છે. તથા સતત ચોવીસે કલાક ચાલુ જ રહે છે. ધનના સંયોગે આ જીવ ભોગો દ્વારા પાપી બને છે અને ધનના વિયોગે શોકાદિથી દુઃખી બને છે. એમ બન્ને અવસ્થામાં ધન અહિતકારક છે.
પ્રશ્ન :- જો ધન દુઃખદાયી જ હોય તો શ્રાવક-શ્રાવિકા ધન વિના પોતાનો ઘર-વ્યવસાય કેવી રીતે ચલાવે ?
ઉત્તર - શ્રાવક - શ્રાવિકા કદાપિ ભીખ ન માગે, દીન ન થાય, તથા પારકા પૈસાથી ઘર ન ચલાવે, તેમ કરવાથી ધર્મની અને ધર્મીની સમાજમાં નિન્દા થાય. પરંતુ અલ્પ સાવદ્યવાળા વ્યવસાયોથી અવશ્ય ધન ઉપાર્જન કરે જ. પરંતુ તેના પ્રત્યે મૂછ-મમતા ન કરે, અલ્પથી પણ સંતોષ માને, અધિક મળે તો દાનાદિમાં પ્રયુંજે. અતિશય અરતિ-ઉદ્વેગ કે કલેશ ધરે નહીં.
માં વસતા રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org