________________
છે. તેથી આવી ભયંકર પરિસ્થિતિ સર્જનાર રાગ છે. માટે તે રાગ કરાય જ કેમ? આવું જાણીને કોઈ પણ વસ્તુ પ્રત્યે રાગ થાય એ જ મહા આશ્ચર્યકારી વાત છે.
અવતરણ - વં સચેતને વસ્તુનિ રામધિત્વ તવિષયતત્ત્વાદ્વિચિંતન મુક્તમ્। અધુના ત્વચેતનમધિત્સાહ – આ પ્રમાણે સચેતન એવી વસ્તુ પ્રત્યે રાગને આશ્રયી તે રાગના વિષયભૂત સ્ત્રી આદિના સ્વરૂપ વિગેરેનું સ્વરૂપ પરિણામ અને વિપાક)નું ચિંતન સમજાવ્યું. હવે અચેતનને આશ્રયી ગ્રંથકારશ્રી સમજાવે છે
૬૮॥
'अत्थे 'रागम्म उ, 'अज्जणाइदुक्खसयसंकुलं तत्तं । 'गमणपरिणामजत्तं, 'कुगइविवागं च 'चिंतेजा ॥ ६९ ॥
अर्ध्यत इति अर्थः, अर्थविषये पुना रागे अर्जनादिदुःखशत-सङ्कलं तत्त्वम्, अर्थस्य चिन्तयेदिति योगः, अर्जन रक्षण क्षय भोगा ह्यर्थस्य लोकद्वयविरोधिनो दुःखाय । तथा गमनपरिणामयुक्तं अर्थस्य तत्त्वम् । पादरजःसमो ह्ययम् । एवं कुगतिविपाकं चैतत् काष्टकीटोदाहरणेन चिन्तयेत् । કૃતિ ગાથાર્થ: ૫ ૬૬ ॥
-
Jain Education International
-
ગાથાર્થ ઃ- ધનના રાગમાં અર્જનાદિના સેંકડો દુઃખોથી ભરેલું તે ધનનું સ્વરૂપ છે. તથા ઘણા પુરુષાર્થથી મેળવેલું હોય તોપણ ગમનપરિણામવાળું છે. તથા તેને મેળવવામાં કરેલા પાપોથી કુગતિના વિપાકોને આપનારું છે. II ૬૯ |
ટીકાનુવાદ :- જે બીજા પાસેથી પ્રાપ્ત કરાય, મેળવાય, તે અર્થ કહેવાય છે. આ સંસારમાં જે કોઈ સુખના સાધનભૂત પદાર્થો છે તે સર્વે રાગના વિષયો (નિમિત્તો) છે. તેમાં સ્ત્રી એ (અને સ્ત્રીને આશ્રયી પુરુષ એ ) રાગનું પ્રધાન નિમિત્ત છે. ત્યારબાદ બીજા નંબરે અર્થ = ધન એ રાગનું પ્રધાનકારણ છે. કારણ કે નારીના રાગનું પોષણ ધનને આભારી છે. નારી એ રાગનું સચેતન કારણ છે. અને ધન એ રાગનું અચેતન કારણ છે. એટલે નારીના રાગનું તત્ત્વચિંતન કરીને હવે ધનના રાગના તત્ત્વનું ચિંતન સમજાવે છે.
અર્થવિષયક રાગમાં વળી “અર્જન” આદિ સેંકડો દુ:ખોથી ભરેલું સ્વરૂપ
યોગત
For Private & Personal Use Only
www.jainelibrary.org