________________
આ સંસાર જીવ - અજીવોથી ભરેલો છે. તે તમામ જીવો અને અજીવો મારાથી ભિન્ન છે. કોઈ એક જીવ (સ્ત્રી આદિ) અનુરાગનો વિષય બને છે. તો કોઈ બીજો જીવ (શત્રુ આદિ) શત્રુતાનો વિષય બને છે. તેથી જ રાગ અને દ્વેષ થાય છે. પરંતુ આ બન્ને વ્યક્તિઓ (સ્ત્રી-શત્રુ) હે આત્મન ! તારાથી ભિન્ન છે. તેમાં તારું કંઈ છે જ નહીં. તું ભિન્ન છે. તારાથી તે વ્યક્તિઓ ભિન્ન છે. તારે અને તેઓને શું સંબંધ ? માત્ર પંખીઓના મેળાની જેમ પોત-પોતાના કર્મોથી ભેગા થયા છીએ. આ આયુષ્યકર્મ પૂરું થતાં સૌ પોતપોતાનાં કર્મ પ્રમાણે ચાલ્યાં જ જવાનાં છીએ.
કોઈ એક પદાર્થ ઉપર તે રાગ કર્યો એટલે તેમાં ઉપરોધ કરનાર ઉપર તને વૈષ આવ્યો. પોતાનો અને પાડોશીનો છોકરો લડતો હોય ત્યારે પોતાના છોકરાને પોતાનો માન્યો છે એટલે પાડોશીના છોકરા ઉપર દ્વેષ થાય છે. પરંતુ બન્ને પાડોશીના જ છોકરા જો લડતા હોય તો તે બન્ને પાડોશીના છોકરા ઉપર દ્વેષ ન થાય. માટે એક અનુરાગનો વિષય બને છે તો જ તેમાં ઉપરોધ કરનારા ઉપર દ્વેષ થાય છે. જેમ બન્ને પાડોશીના છોકરાઓને આ જીવ પોતાનાથી જુદા માને છે તેથી દ્વેષ થતો નથી તેમ જો પોતાના છોકરાને પણ પોતાનાથી જુદો માન્યો હોત તો પાડોશીના છોકરા ઉપર પણ દ્વેષ ન જ થાત. અર્થાત્ જેમ દ્વેષના વિષયભૂત પાડોશીનો છોકરો આપણાથી ભિન્ન છે. તેમ અનુરાગનો વિષય એવો આપણો છોકરો પણ આપણાથી ભિન્ન છે. આવી ભિન્નતા જો વિચારવામાં આવે તો બ્રેષનાં નિમિત્તો આવવા છતાં તેના ઉપર દ્વેષ થાય નહીં.
નમિ રાજર્ષિને જ્યારે દેવ બ્રાહ્મણના રૂપે સમજાવે છે કે આ સંપૂર્ણ મિથિલા નગરી બળે છે તમે કેમ જોતા નથી ? વારતા નથી ? ત્યારે નમિરાજર્ષિ આ જ અન્યત્વ ભાવના ભાવતાં ઉત્તર આપે છે કે આખી મિથિલા નગરી બળતે છતે “જે મારું છે તે બળતું નથી અને જે બળે છે તે મારું નથી.” કોના ઉપર પ્રેમ કરું અને કોના ઉપર રોષ કરું? કેવો સુંદર ઉત્તર !ષ થાય જ નહીં. કામિની - પરિવાર - ધન અને સંસારસુખનાં સાધનોને પોતાનાથી જો આ આત્મા પર - ભિન્ન સમજે તો તેઓનો ઉપરોધ કરનારા ઉપર દ્વેષ આવે જ નહીં.
આ જ પ્રમાણે જીવની જેમ અજીવ (પુદ્ગલ) ઉપર પણ સ્વયં સમજી લેવું. કોઈ પણ એક પુદ્ગલ દ્રવ્ય અનુરાગના સંબંધવાળું બને છે તો જ તેનું ઉપધાત
છે. ખાસ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org