________________
અવતરણ :- તથા = રાગાદિનું સ્વરૂપ કહીને હવે પરિણામ અને વિપાક સમજાવે છે :
रोगजरापरिणाम', णरगादिविवागसंगय अहवा' । चलरागपरिणति', जीयनासणविवागदोसं ति" ॥ ६८ ॥
रोगजरापरिणामं तत्त्वं "तासामिति" वर्तते । तथा नरकादिविपाकसङ्गतमेतदेव तद्भोक्त्रपेक्षया ।अथवा चलरागपरिणत्येतदेव। तथा जीवितनाशनविपाकदोषमिति, "विषं विरक्ता स्त्री" इति वचनात् । इति માથાઈ ૬૮ છે.
ગાથાર્થ - શારીરિક રોગો અને ઘડપણ એ રાગનો પરિણામ છે તથા નરકાદિ ગતિઓની પ્રાપ્તિ એ વિપાક છે. અથવા રાગની ચંચળ સ્થિતિએ પરિણામ અને જીવનનો નાશ એ વિપાકદોષ સમજવો. તે ૬૮ છે
ટીકાનુવાદ : આ ભવમાં જ જે ફળ આપે તે પરિણામ, અને ભવાન્તરમાં જે ફળ આપે તે વિપાક. ૬૭ મી મૂળગાથામાં “તારામ” શબ્દ છે તે ઉપરની ગાથાથી નીચે ૬૮ મી ગાથામાં લાવવાનો છે. તે સ્ત્રીઓ ઉપરનો રાગ આ ભવમાં શારીરિક રોગો અને જરાવસ્થા તુરત લાવે છે. રાગમાં અબ્ધ બનેલો આત્મા અતિભોગી થયો છતો “ક્ષીણવીર્ય'વાળો થવાથી શરીરમાં અનેક રોગોવાળો બને છે.
સર્વધાતુઓમાં વીર્ય એ જ શ્રેષ્ઠ ધાતુ છે. રૂધિર શરીરમાં ક્ષીણ થઈ જાય તો પણ શરીર સત્ત્વહીન બની જાય પરંતુ તેના કરતાં પણ વીર્ય ક્ષીણ થતાં તો આત્મા તન સત્ત્વહીન થઈ જાય છે. વીર્ય એ રોગ – ઘડપણનો પ્રતિકાર કરનાર સામર્થ્ય છે. તે જ દૂર થતાં શરીર રોગોથી ઘેરાઈ જાય છે. શરીરે કરચલીઓ પડી જાય છે. હાલવા - ચાલવાની શક્તિ ભાંગી જાય છે. બેસવા ઊઠવાની પ્રક્રિયા પણ આળસુ બની જાય છે. આ રીતે રાગથી રોગો અને ઘડપણ શરીરમાં તુરત પ્રાપ્ત થાય છે એ જ રાગનું પરિણામ છે.
રાગાદિમાં અતિશય આસક્ત સ્ત્રી-પુરુષો તે મોહના અતિરેકને લીધે નરક નિગોદનાં આયુષ્યો બાંધીને મરીને આવી નરકાદિકુગતિઓમાં જાય છે. આ રાગનો વિપાક છે. રાગના પરિણામ અને વિપાકો અહીંજે બતાવ્યા છે તે ભોક્તાની અપેક્ષાએ
આ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org